Gujarat Mudra In A baby crying was found from Baroi in a herd of wild acacia
  • Home
  • Bhuj
  • હાય રે કળિયુગ! બારોઇ પાસેથી ધૂલ કા ફૂલ મળી આવ્યું, કલાકો સુધી પડી રહેવા છતાં કોઇ જંગલી…!!

હાય રે કળિયુગ! બારોઇ પાસેથી ધૂલ કા ફૂલ મળી આવ્યું, કલાકો સુધી પડી રહેવા છતાં કોઇ જંગલી…!!

 | 8:50 am IST

મુન્દ્રા તાલુકાના બારોઇ-ખારીમીઠી રોડ પરથી માતા દ્વારા ત્યજી દેવાયેલી બાળકી મળી આવતાં લોકોમાં અરેરાટી મચી ગઇ હતી. બાળકીના  સદનસીબે અવાવરું વિસ્તારમાં તે કલાકો સુધી પડી રહેવા છતાં  પણ કૂતરા જેવા કોઇ જાનવરે તેને ઇજા પણ પહોંચાડી નહોતી, તે  બાબત કોઇ ચમત્કારથી ઓછી નથી.

મુન્દ્રા તાલુકામાં બારોઇથી ખારીમીઠી માર્ગે ઓલા મતિયા દેવની કોલોની પાસેના જંગલી બાવળોના ઝુંડમાંથી સતત રૃદન કરતાં બાળકના અવાજ આવતાં લોકોએ તપાસ કરતાં ત્યજી દેવાયેલી બાળકી મળી આવી હતી. ઘટનાની જાણ મુન્દ્રા પોલીસ ઉપરાંત ૧૦૮ને કરવામાં આવી હતી, તેથી ટાઉન બીટના મુકેશ ભાડકા, ૧૦૮ના પાઇલટ દેવેન્દ્રસિંહ ઝાલા, ઇએમટી ઇશ્વર પરમાર સ્થળ પર ધસી ગયા હતા.

બાળકીને મુન્દ્રાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડતાં ડો. મંથન ફફલ, ર્નિંસગ સ્ટાફનાં હર્ષાબેન મકવાણા, શિલ્પાબેન ધાયાણીએ સારવાર આપી હતી. બાળકીની વિશેષ શુશ્રૂષા માટે સમાજસેવી સંસ્થાની આવશ્યકતાને જોતાં ડો. ફફલે જનસેવાના રાજ સંઘવીને જાણ કરતાં તેમણે ભુજ રિફર કરાયેલી બાળકીની પૃચ્છા માટે માનવજ્યોત અને કચ્છ મહિલા આશ્રમને જાણ કરતાં પ્રબોધ મુનવર તથા ભક્તિબેન ભટ્ટે જનરલ હોસ્પિટલ સાથે સંકલન સાધ્યું હતું.

પોલીસ દફતરે ઘટનાની જાણવા જોગ કરીને તપાસ હાથ ધરતાં મા-બાપની શોધખોળ ચાલુ કરી છે. વહેલી સવારે મળી આવેલી બાળકીને મોડી રાત્રિનાં ૧૨થી ૨ના  અરસામાં ફેંકી દેવામાં આવી હોવાનું અનુમાન પ્રાથમિક  તપાસનાં અંતે ડો.ફફલ દ્વારા વ્યક્ત કરાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન