Gujarat Municipal Election Result 2021: Know All Updates of Results
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Ahmedabad
 • જનાદેશ: 6 મહાનગરોમાં ભાજપની લહેર, કોંગ્રેસના સૂપડાં સાફ, ગુજરાતમાં ઓવૈસીની પાર્ટીની ‘એન્ટ્રી’,

જનાદેશ: 6 મહાનગરોમાં ભાજપની લહેર, કોંગ્રેસના સૂપડાં સાફ, ગુજરાતમાં ઓવૈસીની પાર્ટીની ‘એન્ટ્રી’,

 | 9:30 pm IST
 • Share

અમદાવાદ, સુરત સહિત 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની 575 બેઠકોની ચૂંટણીમાં આજે સવારથી મતગણતરી છે. 13,946 EVM મશીનમાં ભાજપ, કોંગ્રેસ સહિતનાં 2276 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થઈ જશે. કોરોના મહામારીને કારણે આ વખતે મતગણતરીની વ્યવસ્થાઓ પણ બદલાઈ છે. કોવિડ- 19ની ગાઈડલાઈનનો અમલ થઈ રહ્યો હોવાથી પોસ્ટલ સર્વિસ બેલેટ પેપરની ગણતરી માટે કાઉન્ટિંગ સેન્ટરમાં અલાયદી વ્યવસ્થા થઈ છે. સવારે આઠ કલાકે પોસ્ટલ સર્વિસની ગણતરી શરૂ થયાના ૩૦ મિનિટે સોસિયલ ડિસ્ટન્સ જાળવીને વોર્ડ વાઈઝ EVM આધારિત મતગણના થશે. કોરોનાને કારણે પહેલી વખત કાઉન્ટિંગ સેન્ટરમાં ભીડ ટાળવા ઉમેદવારો અને તેમના એજન્ટોને પ્રવેશ માટે સમય ફાળવાયો છે.

જાણો પળેપળનાં અપડેટઃ

 • અમદાવાદના ખાનપુરમાં ભાજપની ઉજવણી
 • ખાનપુર કાર્યાલય ખાતે જીતની ભવ્ય ઉજવણી
 • કાર્યક્રમમાં સીઆર પાટીલનું સંબોધન
 • મનપામાં ભાજપે નવો રેકોર્ડ બનાવ્યો: પાટીલ
 • પાર્લામેન્ટરી બોર્ડના નિયમોથી મજબૂતી વધી: પાટીલ
 • પાર્લા. બોર્ડના નિયમનો બધાએ સ્વીકાર કર્યો: પાટીલ
 • અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનો જ્વલંત વિજય
 • 48 વોર્ડની 192માંથી 159 બેઠકો પર ભાજપની જીત
 • અમદાવાદના શાહપુર વોર્ડની મતગણતરીમાં વિક્ષેપ
 • EVMમાં ખામી સર્જાતા મતગણતરી ખોરવાઈ
 • અડધો કલાકથી મતગણતરીની પ્રક્રિયા બંધ
 • છેલ્લા રાઉન્ડની મતગણતરી હજી બાકી
 • ગુજરાત મહાનગર પાલિકાની ચૂંટણી (Gujarat Municipal Election) પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ ખુશી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આખા રાજ્યમાં મહાનગર પાલિકાના પરિણામ એ સાબિત કરે છે કે લોકોનો ગૂડ ગવર્નન્સ (Good Governance)માં વિશ્વાસ યથાવત છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘ગુજરાત મહાનગર પાલિકાના પરિણામો લોકોની વિકાસની રાજનીતિ અને ગૂડ ગવર્નન્સ પ્રત્યે ભરોસો દર્શાવે છે. રાજ્યની જનતાને બીજેપીમાં ફરી ભરોસો વ્યક્ત કરવા માટે ધન્યવાદ કરું છું. ગુજરાતની સેવા કરવી ગર્વની વાત છે.’

 • ભાજપની જીત પર અમિત શાહનું નિવેદન
 • ભાજપ પર વિશ્વાસ મૂકવા બદલ જનતાનો આભાર’
 • અત્યાર સુધીનું સારામાં સારુ પરિણામ આજે આવ્યું: શાહ
 • કોંગ્રેસની જમાનત પણ જપ્ત થઈ ગઈ: શાહ
 • ખેડૂત આંદોલન, કોરોના મુદ્દે ગેરસમજણ ઉભી કરાઈ
 • પં.બંગાળમાં પણ સારા પરિણામ આવશે: શાહ

 • અમદાવાદના રાણીપ વોર્ડની મતગણતરી સ્થગિત
 • અર્પણ સ્કુલમાંથી EVM બદલાયાનો આક્ષેપ
 • મતગણતરી સ્થળ પર ઉમેદવારોએ કર્યો હોબાળો
 • સુરતમાં કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ
 • કોંગ્રેસના કાર્યકરોએ કરી કાર્યાલય પર તોડફોડ
 • કાર્યકરોમાં પ્રમુખ અને નેતાઓ સામે ભારે આક્રોશ
 • શહેર કોંગ્રેસ પ્રમુખના પૂતળાનું દહન કર્યું
 • બાબુ રાયકા, કદીર પીરઝાદા, તુષાર ચૌધરી સામે રોષ
 • 6 મહાનગરપાલિકામાં ભાજપે તોડ્યો રેકોર્ડ
 • ગત ચૂંટણીની સરખામણીએ બેઠકો પર આગળ નીકળ્યું
 • ગત ચૂંટણીમાં ભાજપને મળી હતી 390 બેઠક
 • આ વખતે ભાજપ 402 બેઠક પર આગળ
 • ગત ચૂંટણીમાં કોંગ્રેસને મળી હતી 175 બેઠક
 • આ વખતે કોંગ્રેસ માત્ર 42 બેઠક પર આગળ
 • ગુજરાત છ મહાનગરપાલિકા ભાજપના વિજય
 • ગુજરાત પ્રદેશ ભાજપ પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી નિવેદન
 • ગુજરાતની જનતા વિકાસ રાજનીતિ સ્વીકારી
 • કોંગ્રેસ હવે બુઠી તલવાર થઈ ગઈ છે…

 

 • ભાવનગરમાં છઠી વખત મહાનગરપાલિકા જીત થઈ
 • તમામ મહાનગરપાલિકા ભવ્ય જીત થઈ છે..
 • ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપની સત્તા
 • 44 બેઠક પર જીત સાથે ભાજપ સૌથી મોટો પક્ષ
 • ભાવનગરમાં કોંગ્રેસના ફાળે માત્ર 8 બેઠક
 • ગુજરાતમાં ઓવૈસીની AIMIM પાર્ટીની ‘એન્ટ્રી ’ થઈ 
 • કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને AIMIMએ જમાલપુરમાં 3 બેઠક કબ્જે કરી છે.
 • સુરતમાં મતગણતરી પૂર્ણ, કોંગ્રેસ મુક્ત કોર્પોરેશન બની સુરત
 • સુરતમાં કોંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શકી
 • સુરતમાં ભાજપ 93, AAPના 27 ઉમેદવાર જીત્યા

 • જામનગર મહાનગરપાલિકાની મતગણતરી પૂર્ણ

 • સતત છઠ્ઠી વખત જામનગરમાં ભાજપનું શાસન

 • ભાજપ 51, કોંગ્રેસ 10, BSPના 3 ઉમેદવારની જીત

 • જામનગર મનપામાં ભાજપનો ભગવો લહેરાયો

 • 64 બેઠકોમાંથી

 • 51 ભાજપ..

 • 10 કોંગ્રેસ..

 • 3 બસપા

 • વોર્ડ નંબર 5 મા ભાજપની પેનલ

 • વોર્ડ નંબર 9મા ભાજપની પેનલ

 • વોર્ડ નંબર 13મા 3 ભાજપ 1 કોંગ્રેસ..

 • વોર્ડ નંબર 1 કોંગ્રેસની પેનલ

 • વોર્ડ નંબર 6મા ભાજપ 1, 3 બસપા..

 • વોર્ડ નંબર 14 ભાજપની પેનલ

 • વોર્ડ નંબર 7 ભાજપની પેનલ

 • વોર્ડ નંબર 2 મા ભાજપની પેનલ..

 • વોર્ડ નંબર 10મા ભાજપની પેનલ

 • વોર્ડ નંબર 8મા ભાજપની પેનલ..

 • વોર્ડ નંબર 11 ભાજપની પેનલ

 • વોર્ડ નંબર 15મા 3 ભાજપ 1 કોંગ્રેસ.

 • વોર્ડ નંબર 3 મા ભાજપની પેનલ

 • વોર્ડ નંબર 16મા ભાજપની પેનલ

 • વોર્ડ નંબર 4મા ભાજપની પેનલ..

 • વોર્ડ નંબર 12મા કોંગ્રેસની પેનલ

 • શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાનું રાજીનામું
 • સુરતમાં કોંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શકી
 • સુરતમાં ભાજપ 93, AAPના 27 ઉમેદવાર જીત્યા
 • શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાનું રાજીનામું
 • નિલેશ કુંભાણી, ધનસુખ રાજપૂતની હાર
 • દિનેશ કાછડીયા, સુરેશ સુહાગીયાની હાર
 • વોર્ડ – 7 કતારગામ – વેડમાં ભાજપની પેનલ તૂટી
 • ભાજપના શહેર મહામંત્રી લલિત વેકરીયાની હાર
  વોર્ડ – 7માં ભાજપ 2, AAP 2 બેઠક જીતી
 • 6 મહાનગરપાલિકામાં ભાજપ રેકોર્ડ બ્રેક જીત તરફ
 • રાજકોટ, વડોદરા મહાનગરપાલિકામાં ભાજપની જીત
 • જામનગર, ભાવનગરમાં ભાજપની ભવ્ય જીત
 • ભાવનગરમાં ભાજપે બેઠકમાં 25 વર્ષનો રેકોર્ડ તોડ્યો
 • જામનગર અને રાજકોટના શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્યા
 • પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા હાર્યા
 • કારમા રકાસ બાદ કોંગ્રેસમાં રાજીનામાંનો દૌર
 • સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાનું રાજીનામું
 • રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરનું રાજીનામું
 • ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીનું રાજીનામું
 • અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલનું રાજીનામું
 • ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા એરપોર્ટ
 • ઘરે ગયા બાદ જુદા – જુદા કાર્યક્રમમાં રહેશે હાજર
 • ભાજપના વિજય જશ્નમાં જોડાય તેવી શક્યતા
 • મોટેરા સ્ટેડિયમમાં પણ વ્યવસ્થાની કરી શકે છે સમીક્ષા
 • રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી પૂર્ણ
 • રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસના સૂપડાં સાફ
 • 72માંથી 68 બેઠક પર ભાજપનો વિજય
 • CMના હોમ ટાઉન રાજકોટમાં ભાજપની જીત
 • રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરની હાર
 • રાજકોટમાં કોંગ્રેસને મળી માત્ર 4 બેઠક
 • ઈન્ડિયા કોલોનીમાં ભાજપના 3 ઉમેદવારોની જીત, 1 બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર વિજેતા
 • અમદાવાદના લાંભામાં ભાજપને 3, એક અપક્ષની જીત

 • ઈન્ડિયા કોલોનીમાં ભાજપની જીત
 • વિરાટનગર, મણિનગર, ઈન્દ્રપુરીમાં ભાજપની જીત
 • ખાડિયા, ચાંદલોડિયા, અસારવા, બાપુનગરમાં ભાજપની જીત
 • અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો
 • હાટકેશ્વર – ભાઈપુરા, બોડકદેવ, વેજલપુરમાં ભાજપની જીત
 • પાલડી, જોધપુર, સરદારનગરમાં ભાજપની જીત
 • દરિયાપુર, બહેરામપુરા, દાણીલીમડામાં કોંગ્રેસની જીત
 • થલતેજ, નવરંગપુરા, વસ્ત્રાલ, ગોતામાં ભાજપની જીત
 • નવા વાડજ, સૈજપુર બોઘા, ખોખરામાં ભાજપની જીત
 • ચાંદખેડામાં કોંગ્રેસના એકમાત્ર રાજશ્રી કેસરીનો વિજય
 • ચાંદખેડામાં વિપક્ષના પૂર્વ નેતા દિનેશ શર્માનો વિજય
 • ચાંદખેડામાં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારનો વિજય
 • અમદાવાદમાં કોંગ્રેસનો કરૂણ રકાસ
 • ભાવનગર વોર્ડ નંબર-4, 8માં ભાજપની જીત
 • અમદાવાદના પૂર્વ વિપક્ષના નેતાની હાર
 • ચાંદખેડામાં દિનેશ શર્માની હાર

 • જામનગરની મતગણતરી પુર્ણ
 • જામનગરની 64 બેઠકોનું પરિણામ જાહેર, ભાજપને 51, કોંગ્રેસને 10 અને BSPને 3 બેઠકો
 • આખરે રાજકોટમાં કોંગ્રેસે ખાતું ખોલ્યું. પૂર્વ નેતા વિપક્ષ કોંગ્રેસના વશરામ સાગઠિયાની જીત
 • ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપની સત્તા. 40 બેઠક પર જીત સાથે ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો છે. હવે ભાવનગરમાં માત્ર 1 વોર્ડની ગણતરી બાકી છે. ભાવનગરમાં કોંગ્રેસના ફાળે માત્ર 8 બેઠક આવી છે.
 • અમદાવાદના ભાજપના ગઢ ખાડિયા અને મણિનગરમાં ભાજપની જીત
 • રાજકોટ વોર્ડ 6માં ભાજપની જીત
 • ભાજપના ભવ્ય વિજય બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધડાધડ 3-4 ટ્વીટ કરી જનતાનો આભાર માન્યો

 • જામનગરની 64 બેઠકોનું પરિણામ જાહેર, ભાજપને 51, કોંગ્રેસને 10 અને BSPને 3 બેઠકો
 • વડોદરામાં 51 બેઠક પર જીત સાથે ભાજપ આગળ, કોંગ્રેસને માત્ર 7 બેઠક
 • બોડકદેવ, હાટકેશ્વર, ભાઈપુરા, વેજલપુર, ખોખરા, ઈન્દ્રપુરી વોર્ડમાં ભાજપની જીત
 • જામનગરમાં સતત છઠ્ઠી વખત ભાજપ શાસનમાં આવશે. જામનગરમાં ભાજપ 47, કોંગ્રેસ 6 બેઠક પર આગળ
 • રાજકોટ મનપામાં 56 બેઠક પર ભાજપની જીત
 • જામનગર કોંગ્રેસ શહેર પ્રમુખ દિગુભા, પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમૂરની હાર, રાજકોટ કોંગ્રેસ શહેર પ્રમુખની પણ થઈ હાર
 • વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં કરશે શાસન
 • વડોદરામાં વોર્ડ 4ની મતગણતરી અટકાવી દેવામાં આવી છે. કોંગ્રેસે ઈવીએમ બદલાયા હોવાની ફરિયાદ કરી છે
 • ટ્રેન્ડ મુજબ રાજકોટ અને ભાવનગરમાં ભાજપનું શાસન

 • જામનગરમાં 38 બેઠકનું પરિણામ જાહેરઃ ભાજપ 28, કોંગ્રેસ 5, બસપાની 3 બેઠક પર જીત થઈ છે.
 • જામનગર વોર્ડ 7, 9, 10 અને 14માં ભાજપની જીત. જામનગર વોર્ડ 6માં BSP 3, ભાજપની એક પર જીત. જામનગર વોર્ડ – 1માં કોંગ્રેસની પેનલની જીત. વોર્ડ 13માં ભાજપની 3 અને કોંગ્રેસની 1 પર જીત
 • અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસની જીત, દરિયાપુર અને દાણીલીમડામાં કોંગ્રેસની જીત
 • ભાવનગર મનપામાં ભાજપની સત્તા તરફ કૂચ, ભાવનગરમાં 32 બેઠકના પરિણામ જાહેર, ભાવનગરમાં 27 પર ભાજપ, 5 કોંગ્રેસની જીત, વોર્ડ – 1માં ભાજપના 3 ઉમેદવાર વિજેતા
 • સુરત વોર્ડ – 1, 6, 8, 21માં ભાજપની પેનલ જીતી
 • સુરત વોર્ડ – 10, 14, 15, 23, 29માં ભાજપની જીત
 • રાજકોટમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે, અને મનપામાં ફરી એક વખત ભગવો લહેરાયો છે
 • રાજકોટમાં વોર્ડ નંબર 1, 4, 7, 8, 9, 10, 13, 16માં ભાજપ પેનલની જીત થઈ છે.
 • આમ આદમી પાર્ટીને સુરતમાં સફળતા મળી છે. સુરતમાં વોર્ડ નંબર 4 અને 16માં આપની જીત થઈ છે. 
 • વડોદરામાં 36 બેઠક પર ભાજપનો વિજય, 9 બેઠક પર કોંગ્રેસની જીત
 • જામનગર વોર્ડ 9માં ભાજપ પેનલની જીત
 • અમદાવાદમાં ગુજરાત કોલેજ ખાતે આવેલાં મતગણતરી કેન્દ્ર પર ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. 
 • અમદાવાદમાં કોંગ્રેસે આખરે ખાતું ખોલાવ્યું છે. દરિયાપુર અને દાણીલીમડા વોર્ડમાંથી કોગ્રેસની પેનલની જીત થઈ છે
 • સુરત વોર્ડ નંબર 14માં ભાજપની જીત
 • રાજકોટ વોર્ડ 6માં ભાજપના પેનલની જીત
 • જામનગર વોર્ડ 1માં કોંગ્રેસ પેનલની જીત, વોર્ડ 6માં BSP 3, ભાજપની એક પર જીત

 • મહાનગરોમાં સારા પરિણામોને જોતાં ભાજપ જીતનો જશ્ન મનાવશે. અને આ જશ્નમાં સીએમ રૂપાણી હાજર રહે તેવી સંભાવના છે. અમદાવાદ ખાનપુર કાર્યાલય ખાતે જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ ઉપસ્થિત રહેશે.
 • અમદાવાદના ગોતા, સરદારનગર, સૈજપુર બોઘા, નવા વાડજ, નિકોલ, નવરંગપુરા, ખોખરા, થલતેજ, વસ્ત્રાલ, જોધપુર વોર્ડમાં ભાજપ પેનલની જીત
 • રાજકોટ વોર્ડ 4,7 10, 13 માં ભાજપની પેનલની જીત
 • સુરત વોર્ડ નંબર – 23માં ભાજપની જીત
 • જામનગર વોર્ડ 5માં ભાજપની જીત, વોર્ડ 13માં ભાજપની 3 અને કોંગ્રેસ એક પર જીત
 • વડોદરામાં વોર્ડ 10માં ભાજપ પેનલની જીત
 • ભાવનગરમાં વોર્ડ 1માં પેનલ તૂટી, 3 સીટ ભાજપને એક કોંગ્રેસને, વોર્ડ 4,7 અને 11માં ભાજપ પેનલની જીત
 • રાજકોટમાં 26 બેઠકો પણ ભાજપ આગળ છે, જ્યારે 6 બેઠકો પર કોંગ્રેસ અને 1 બેઠક પર અન્ય આગળ છે
 • વડોદરા વોર્ડ 16માં ભાજપ અને કોંગ્રેસને બે-બે બેઠક
 • વડોદરામાં વોર્ડ 1માં કોંગ્રેસની પેનલની જીત
 • કોંગ્રેસના ગઢમાં ઓવૈશીની AIMIMનું ગાબડું
 • જામનગર વોર્ડ 5માં ભાજપની જીત, વોર્ડ 1 અને 9માં ભાજપની પેનલ આગળ
 • ભાવનગર વોર્ડ 11માં ભાજપની પેનલમાં ચારેય ઉમેદવારની જીત થઈ છે. વોર્ડ 4માં બે બેઠક પર ભાજપ, બે પર કોંગ્રેસ આગળ છે. વોર્ડ-1 અને 7માં ભાજપની પેનલ આગળ છે. તખ્તેશ્વર વોર્ડમાં ભાજપની પેનલ આગળ છે. ભાવનગર મનપાની 52 બેઠકની મતગણતરી શરૂ છે.
 • ભાવનગર વોર્ડ 11માં ભાજપની પેનલની જીત 
 • 149 સીટો પર ભાજપ આગળ, 32 સીટો બેઠક પર કોંગ્રેસ આગળ
 • અમદાવાદમાં પોલીસ- ભાજપ કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી. પૂર્વ કોર્પોરેટર બિપિન સિક્કાની પોલીસ સાથે માથાકૂટની ઘટના સામે આવી છે. મતગણતરી કેન્દ્રમાં જવા બાબતે બોલાચાલી થઈ હતી.
 • શરૂઆતી વલણમાં 6 મનપામાં ભાજપ આગળ, શરૂઆતના રૂઝાનમાં ભાજપ 2015ના પરિણામ તરફ
 • સુરતમાં ગાંધી એનજીનેરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ, વોર્ડ નંબર 20માં પોસ્ટલ બેલ્ટની ગણતરી પૂરી, કોંગ્રેસ-ભાજપને મળ્યા 50-50 મત
 • રાજકોટની પીડી માલવિયા કોલેજમાં મતગણતરી, વોર્ડ નંબર 13,14 અને 15ની મતગણતરી શરૂ
 • રાજકોટમાં મતગણતરી કેન્દ્ર પર હોબાળો, ભાજપના કશ્યપ શુક્લ પક્ષના નિશાન સાથે જતાં હોબાળો
 • વડોદરામાં મતગણતરી કેન્દ્ર પર હોબાળો, પોલિટેક્નિક ખાતે એજન્ટો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
 • સુરતમાં સૌ પ્રથમ EVMની મતગણતરી શરૂ
 • મહાનગરપાલિકાની ચૂંટણીનું સુરત ગાંધી કોલેજ ખાતે મતગણતરી શરૂ થઈ છે. 14 વૉર્ડની મત ગણતરી ગાંધી કોલેજે થશે. વહેલી સવારથી જ ઉમેદવાર અને કાર્યકર્તાઓએ ગાંધી કોલેજ ખાતે લાઈનો લગાવી દીધી હતી
 • બેલેટ પેપરની મતગણતરી શરૂ
 • વડોદરાના 19 વોર્ડની મતગણતરીમાં મતગણતરી કેન્દ્ર પોલિટેક્નિક ખાતે ભારે ભીડ ઉમટી છે. અને કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડી રહ્યા છે.

ટેક્નોલોજીથી સજ્જ ચૂંટણી આયોગે બે વખત મતદાનના આંકડા બદલ્યા

ટેકનલોજીથી સજ્જ ચૂંટણી આયોગે 6 કોર્પોરેશનમાં સાંજે છ વાગ્યે પૂર્ણ થયેલા મતદાનની પ્રાથમિક વિગતો છેક રવિવારની મધરાત પછી બે કલાકે સરેરાશ 45.64 ટકા જાહેર કરી હતી. જે આખરી નહોતા. સોમવારની સવાર પડયા પછી પણ કેટલાક કોર્પોરેશનમાં વોર્ડમાંથી ડેટા અપલોડ કરવાની પ્રક્રિયા ચાલુ રહી હતી. સુરતમાંથી EVM મશીનો સાથે છેડછાડ કર્યાના આક્ષેપો કોંગ્રેસના ઉમેદવારોએ કર્યા હતા. પહેલા અમદાવાદમાં પણ EVMના સીલ સંદર્ભે ઉમેદવારે ફરિયાદ કરી હતી. સોમવારે બપોરે પોણા એક વાગ્યે (મતદાન પૂર્ણ થયાના 18 કલાકે) કુલ સરેરાશ મતદાન 46.1 ટકા જાહેર કર્યું હતુ. જે પાંચ વર્ષ અગાઉ નવેમ્બર- 2015ની ચૂંટણી કરતા 0.29 ટકાનો ઘટાડો દર્શાવે છે. 46.1 ટકા મતદાનમાં 27 હજાર આસપાસ પોસ્ટલ મતોનો સમાવેશ થતો નથી !

સંદેશ ન્યૂઝના શહેર, તાલુકા, જિલ્લાના 150 જાંબાઝ રિપોર્ટર્સ વહેલી સવારે મતગણતરીના સ્થળોએ તૈનાત છે અને ત્યાંથી પળેપળના Live અપડેટર્સ આપશે. આ સિવાય કોઈ સ્થળોએ કોઈ મોટી હિલચાલ જણાશે તો તેનું તાત્કાલિક Live થઈને દર્શકોને માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત અમારા રિપોર્ટરો રાજકીય પક્ષોના કાર્યલયો પર પણ તૈનાત રહેશે અને રાજકીય ગતિવિધિઓ પર સતત વોચ રાખશે.

છ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો આવતીકાલે જાહેર થવાના છે ત્યારે તમારા વોર્ડમાં જ નહીં, પરંતુ તમામ છ મ્યુનિ.ના એકે-એક વોર્ડમાં કોણ ક્યારે આગળ છે અને કોણ જીત્યું છે તેની વિગતો રિયલ ટાઈમમાં મેળવી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન