Gujarat Municipal Election Results : Bjp Will Win All 6 Corporation Election
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતની તમામ 6 મનપા ભગવા રંગે રંગાશે, કોંગ્રેસને દૂરબીન લઈ શોધવી પડે તેવી સ્થિતિ

ગુજરાતની તમામ 6 મનપા ભગવા રંગે રંગાશે, કોંગ્રેસને દૂરબીન લઈ શોધવી પડે તેવી સ્થિતિ

 | 2:23 pm IST
  • Share

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતોની ગણતરી ચાલી રહી છે. રાજ્યના 6 મોટા શહેરોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યાં છે જેમાં ભાજપ ભગવો લહેરાવતુ નજરે પડી રહ્યું છે. રાજ્માં 144 બોર્ડની 576 બેઠકો માટે ગત 21મી ફેબ્રુઆરીએ મતદાન યોજાયુ હતું. ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો કોંગ્રેસના સુપડા સાફ થઈ રહ્યાં છે. આમ આદમી પાર્ટી અને બસપાએ એન્ટ્રી મારી છે.

રાજ્યની 6 મહાનગર પાલિકાની મતગણતરીના ટ્રેન્ડ મુજબ તમામ મહાનગર પાલિકામાં ભાજપની જીત થશે તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં તો રીતસરનો સપાટો બોલાવતા 48 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહી છે.

અમદાવાદ

અમદાવાદમાં 192 સીટોમાંથી બીજેપીએ 60 બેઠકો પર જીત મેળવી લીધી છે. ભાજપ કુલ 100 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે કૉંગ્રેસે 12 બેઠકો પર જીત મેળવી છે. આમ અમદાવાદમાં પણ ભાજપ બહુમતી તરફ અગ્રેસર છે.

સુરત

સુરત મનપાની કુલ 120 બેઠકોમાંથી ભાજપ 59 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસનો આંકડો 7 જ છે. અહીં કોંગ્રેસ કરતા તો આમ આદમી પાર્ટીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. સુરત મનપામાં આમ આદમીએ 8 બેઠકો કબજે કરી છે. તેને કુલ 16 થી 18 બેઠકો મળે તેવી શક્યતા છે. પરંતુ અહીં પણ મનપા પર તો ભાજપનો જ કબજો રહે તેવી પ્રબળ શક્યતા છે.  

રાજકોટ

રાજ્યના સીએમ વિજય રૂપાણીના શહેર રાજકોટમાં બીજેપી બહુમત તરફ પહોંચી છે. ભાજપે અહીં કુલ 72 બેઠકોમાંથી 56 બેઠકો પર આગળ ચાલી રહી છે જ્યારે અત્યાર સુધી કૉંગ્રેસને એકપણ બેઠક મળતી દેખાઈ  નથી રહી.

વડોદરા

આ સાથે વડોદરામાં બીજેપીએ 25 બેઠકો પર જીત મેળવી છે. વડોદરામાં કુલ મળીને ભાજપ 51 બેઠકો પર આગળ ચાલી રહી છે. તો અહીં પણ કૉંગ્રેસની સ્થિતિ ખરાબ છે. અહીં કોંગ્રેસ 7 બેઠકો પર જીત મેળવી છે.

જામનગર-ભાવનગર

જામનગરમાં બીજેપીએ 11 બેઠકો જીતી છે જ્યારે 36 બેઠ્કો પર આગળ ચાલી રહી છે. જ્યારે કૉંગ્રેસનું પ્રદર્શન અહીં પણ ખરાબ રયું છે. જામનગરમાં કોંગ્રેસ માત્ર 5 બેઠકો જીતતી જણાય છે. તેવી જ રીતે ભાવનગરમાં પણ કેસરિયો જ લહેરાય તેવુ ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. અહીં ભાજપ કુલ મળીને 36 બેઠકો પર આગળ ચાલી રહી છે. તો કોંગ્રેસ માત્ર 8 બેઠકો પર આગળ છે.

AAP-BSPની ગુજરાતમાં એન્ટ્રી

ગુજરાતના રાજકારણમાં આપની સાથે બસપાની પણ એન્ટ્રી થઈ. જામનગરમાં 3 બેઠકો પર બસપાનો વિજય થયો છે. વોર્ડ નંબર 6 માં એક બેઠક પર ભાજપ અને 3 બેઠક પર બસપાની જીત થઈ છે. વોર્ડ નંબર 6માં ભાજપનો ગઢ તૂટ્યો. 3 બેઠક બહુજન સમાજ પાર્ટીને ફાળે ગઈ છે.

અમદાવાદ સહિત અન્ય મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પુરજોશમાં થઇ રહી છે. છ મનપામાં 576 બેઠકો પર 2276 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થઈ રહ્યો છે. જોકે તમામે તમામ 6 મહાનગર પાલિકાઓમાં કેસરિયો લહેરાઈ રહ્યો હોવાના એંધાણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન