Gujarat Narmada world Tribal Day celebration
  • Home
  • Baroda
  • નર્મદામાં વિશ્વ આદિવાસી દિવસની આજે ઉજવણી થશે

નર્મદામાં વિશ્વ આદિવાસી દિવસની આજે ઉજવણી થશે

 | 12:18 pm IST

૯ મી ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિવસની રાજપીપળા ખાતે સરકારી રાહે મંત્રીઓની ઉપસ્થિતીમા ઉજવણી કરવામા આવશે. આ અંગેના આયોજન અંગે જિલ્લા કલેકટર આરઅએસ નિનામાએ કલેકટર કચેરી ખાતે બેઠક બોલાવી હતી. જેમા સંબધિત અધિકારીઓને સોંપેલી જવાબદારી સુપેરે પાર પાડવા જરૂરી સૂચના ઓ આપી હતી.

જેમા કલેટકર નિનામાના જણાવ્યા અનુસાર રાજપીપળામા ૯ મીઓેગષ્ટે રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે અને દેડીયાપાડા ખાતે મંત્રી વાસણભાઇ આહીરની ઉપસ્થિતીમા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાવામા આવશે.જેમા ધેારણ ૧૦-૧૨મા ગત વર્ષના તેજસ્વી વિધ્યાર્થીઓ, રાજ્ય કે રાષ્ટ્ર કક્ષાના આદિવાસી રમતવીરો, સામજસેવા કે અન્ય ક્ષેત્રે અગ્રણી આદિવાસી મહીલા આગેવાનો, પ્રગતિ આદિવાસી ખેડૂતો- પશુપાલકો, સમાજ સેવા ટ્રસ્ટ કે અન્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે આદિવાસી અગ્રણીઓનુ મહાનુભવોના હસ્તે સન્માન કરાશે. તથા લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનુ વિતરણ પણ કરાશે. સહકાર રાજય મંત્રી ઇશ્વરસિંહ પટેલ રાજપીપળા ખાતે પ્રાંત કચેરી નજીક નંદ રાજાની પ્રતિમા પાસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે.

જેમા સાંસદ રામસીંગ રાઠવા, ગુજરાત રાજયના સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજભાઇ ભટ્ટ હાજર રહેશે. જ્યારે દેડીયાપાડા ખાતે ગુજરતાના સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ કલ્યાણના રાજ્ય મંત્રી વાસણભાઇ આહીરની ઉપસ્થિતીમા એએન બારોટ વિધયલય ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે. જેમા સાંસદ મનસુખ વસાવા,પાઠયપુસ્તક મંડળના અધ્યક્ષ નીતીનભાઇ પેઠાણી સહિતના હાજર રહેશે.