Gujarat New Cabinet Of Meeting of MLAs at Patil's residence, but Amit Shah's letter ready
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાતમાં 16 સપ્ટેમ્બરે નવુ મંત્રી મંડળ લઈ શકે છે શપથ, ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવા સૂચના

ગુજરાતમાં 16 સપ્ટેમ્બરે નવુ મંત્રી મંડળ લઈ શકે છે શપથ, ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવા સૂચના

 | 12:16 pm IST
  • Share

ગુજરાતને નવા સીએમ ભુપેન્દ્ર પટેલ મળી ગયા છે. હવે નવા મંત્રી મંડળની રચનાને લઈ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આજે સી.આર.પાટીલના નિવાસ સ્થાને બેઠકનો દોર ચાલું છે. અલગ અલગ ધારાસભ્યો સાથે પાટીલ વન ટૂ વન બેઠક કરી રહ્યા છે. રાજકારણ સાથે જોડાયેલા સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, 16 સપ્ટેમ્બરે નવુ મંત્રી મંડળ શપથ લઈ શકે છે, જેના કારણે ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. આવતીકાલે તમામ MLAને હાજર રહેવા ફરમાન પણ કરી દેવામાં આવ્યું છે.

હવે સમાચાર એવા પણ મળી રહ્યા છે કે ભૂપેન્દ્ર યાદવ પણ આજે એક બેઠક કરી શકે છે, જેના કારણે આજે નેતાઓ સાથે વ્યક્તિકત બેઠક સંભવ બની શકે છે. નવા મંત્રી મંડળની રચનાને લઈ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની નિવાસસ્થાને અલગ અલગ ધારાસભ્યોની મિટિંગ ચાલી રહી છે. જેમાં હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, ધારાસભ્ય અરુણસિહ, નવસારીના ધારાસભ્ય પીયુષ દેસાઈ અને મહુવાના ધારાસભ્ય મોહન ઢુડીયા મળ્યા છે. પાટીલના નિવાસસ્થાને મહામંત્રી પ્રદિપસિહ વાઘેલા અને રજની પટેલ પણ હાજર છે.

રાજભવનમાં સોમવારે નવા મુખ્યમંત્રીની શપથવિધી બાદ બપોરે સાડા ત્રણેક વાગ્યે ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી અમદાવાદમાં થલતેજ સ્થિત પોતાના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. જ્યાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીમંડળની ચીઠ્ઠી તૈયાર કર્યાનું જાણવા મળી રહ્યું છે. આથી ગાંધીનગરમાં ત્રણેક દિવસમા ફરીથી રાજ્યપાલ દ્વારા મંત્રીઓની શપથવિધીનો કાર્યક્રમ યોજાશે.

જાણવા મળી રહ્યું છે કે, અમિત શાહ દિલ્હી જતા પહેલા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે સાંજે સાતેક વાગ્યાની આસપાસ અમિત શાહના નિવાસસ્થાને આવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ મોડી રાતે 9.30 કલાકે એરપોર્ટ જવા નિકળ્યા હતા. જો કે, તેમણે રસ્તામાં અચાનક જ શાહિબાગ ર્સિકટ હાઉસમાં રોકાણ કર્યુ હતુ. જ્યાં તેમણે ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિત રાષ્ટ્રીય નેતા સાથે બંધબારણે બેઠક કરી છે. જેમાં રૂપાણી સરકારમાંથી પડતા મુકવામાં આવનારા મંત્રીઓને સમજાવટથી લઈને નવી સરકારના મંત્રીઓ સંદર્ભે સુચનાઓ આપ્યાનુ જાણવા મળ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજભવનમાં નવા મુખ્યમંત્રીની શપથવિધી પૂર્ણ થયા બાદ મંત્રીપદની ખેવના ધરાવતા અનેક ધારાસભ્યો અમિત શાહની નજરમાં આવવા પડાપડી કરી હતી. એટલુ જ નહી, સ્ટેજ ઉપરથી નીચે ઉતરતી વખતે ઘણાખરા ધારાસભ્યો શાહનું અભિવાદન કરવા હાથ જોડતા ધસી પડયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન