Gujarat New CM Bhupendra Patel's name, the senior ministers Startled
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ભૂપેન્દ્ર પટેલનું નામ સાંભળી સિનિયર મંત્રીઓ બરફની જેમ સાવ થીજી ગયા, ફરી શિખાઉને ‘CM સાહેબ’ કહેવા પડશે

ભૂપેન્દ્ર પટેલનું નામ સાંભળી સિનિયર મંત્રીઓ બરફની જેમ સાવ થીજી ગયા, ફરી શિખાઉને ‘CM સાહેબ’ કહેવા પડશે

 | 8:27 am IST
  • Share

ભાજપ  કાર્યાલય કમલમ્ના ડાબા ખૂણે ઓડિટોરિયમમાં બરાબર ૩ કલાકને ૪૨ મિનિટે ગુજરાતના મુખ્યમંત્રીપદ માટે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થતા વેંત રૃપાણી સરકારના સિનિયર મંત્રીઓ તો બરફની જેમ સાવ થીજી ગયા હતા. રખેને ક્યાંક મંત્રીપદ ચાલુ રહે તો આ શિખાઉને હવે ‘CM સાહેબ’ કહેવું પડશે અને આપણે તો હતા ત્યાંના ત્યાં જ એ મનોભાવ સિનિયર મંત્રીઓના ચહેરા પર સ્પષ્ટ જોવા મળ્યાની ચર્ચા આમ હતી.

દિલ્હીથી આવેલા નિરીક્ષક અને મોદી સરકારના કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગુજરાતના મુખ્યમંત્રી માટે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની પસંદગી કર્યાની જાહેરાત કરી હતી. સ્વાભાવિકપણે સાવ અનઅપેક્ષિત નામ જાહેર થતા ઓડિટોરિયમ સન્નાટો વ્યાપ્યો હતો.

પ્રત્યક્ષદર્શી સાંસદોના કહેવા મુજબ ઊર્જામંત્રી સૌરભ પટેલ, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વર પરમાર, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પુરવઠા મંત્રી જયેશ રાદડિયા, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્ય કક્ષાના જયદ્રથસિંહ પરમાર, ઈશ્વર પટેલ, કિશોર કાનાણી, વિભાવરી દવે જેવા મંત્રીઓ તો સાવ હક્કાબક્કા થઈ ગયા. માત્ર મંત્રીઓ જ નહિ, ત્રણ- ચાર ટર્મથી ચૂંટાતા ધારાસભ્યોની હાલત પણ કાપો તો લોહી ન નીકળે તેવી થઈ હતી. આ સ્થિતિને તોડવા સાંસદોએ ભારત માતા કી જય, વંદે માતરમ્ જેવા નારા પોકારવા પડયા હતા !

 સ્ક્રીન પર બરાબર ચાર વાગ્યા બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રીપદે ભાજપે અમદાવાદના ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કર્યાના બ્રેકિંગ ન્યૂઝ જોઈ-સાંભળીને સૌથી વધુ રાજીપો બ્યૂરોક્રેટ્સને થયો છે. શનિવારની બપોરે રૃપાણીના રાજીનામા બાદ ૈંછજી-ૈંઁજી સહિતના અધિકારીઓમાં નવા મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ આવ્યા તો તકલીફો વધશે એવી દહેશત હતી. જો કે, પાંચ વર્ષ પહેલાંની જેમ મુખ્યમંત્રી તરીકે સાવ શીખાઉનું નામ જાહેર થતા રાજ્યના સેક્રેટરીએટથી લઈને કલેક્ટોરેટ સુધીના વહિવટી તંત્રમાં આનંદ વ્યાપ્યો છે. જો કે, તેમની નીચેના કર્મચારીઓમાં ગુજરાતમાં પહેલેથી જ વકરેલું ‘અધિકારી રાજ’ વધુ મજબૂત થશે એવી માન્યતા દ્દઢ થઈ છે. 

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો