Gujarat New CM names of the leaders who became the Chief Minister did not go away at all!
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મુખ્યમંત્રીપદે જે નેતાઓના નામ ચાલ્યાં તે જરાય ના જ ચાલ્યાં! તમામના મુખાર્વિંદ વિલાઈ ગયાં…

મુખ્યમંત્રીપદે જે નેતાઓના નામ ચાલ્યાં તે જરાય ના જ ચાલ્યાં! તમામના મુખાર્વિંદ વિલાઈ ગયાં…

 | 8:36 am IST
  • Share

શનિવારે મુખ્યમંત્રીપદેથી વિજય રૃપાણીએ રાજીનામું આપતાની સાથે જ ગુજરાતના નવા નાથ કોણ બનશે એની ચર્ચા સાથે જેમના નામો નવા મુખ્યમંત્રી તરીકે ગાજતા થયા હતા તેવા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ, દીવ-દમણ-દાદરાનગર હવેલી સાથે આંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપના વર્તમાન પ્રશાસક તથા રાજ્યના પૂર્વ ગૃહરાજ્યમંત્રી એવા પ્રફુલ્લ પટેલ,  અગાઉ મુખ્યમંત્રી બનતાં બનતાં રહી ગયેલા એવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ એકસમયે મોદી સામે બળવો કરનારા અને હાલ ભાજપ પ્રદેશ સંગઠનમાં ઉપપ્રમુખની ભૂમિકા બજાવતા પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયા ઉપર ભાજપ હાઇકમાન્ડે ચોકડી મારી તેમને નાપસંદ કર્યા છે.

વાસ્તવમાં આ આગેવાનોનાં નામો પાર્ટી સુપ્રીમોએ લક્ષમાં જ લીધા ન હતા. બીજા શબ્દોમાં કહીએ તો જેમના નામ ચાલ્યા તે પસંદગીમાં ચાલ્યા જ નહીં.  રવિવારે કમલમ્માં મિટિંગમાં પ્રફુલ્લ પટેલ તો લક્ષદ્વીપમાં આરામ ફરમાવતા હતા અને પ્રદેશ મહામંત્રીઓ સુધીનાં જ પદાધિકારીઓ અપેક્ષિત હોઈ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા તો હાજરી પણ આપી શક્યા ન હતા. 

ડાયસ ઉપર બેઠેલા સી.આર. પાટિલ તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના મુખારવિંદ નવા નામની જાહેરાત સાથે વિલાઈ ગયા હતા અને તેઓના ચહેરા ઉપર નિરાશા સ્પષ્ટ કળી શકાતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન