Gujarat New CM of Bhupendra Patel arrives at Nitin Patel's house: Blessed before taking oath
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ભુપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી બન્યા, PM મોદીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા

ભુપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી બન્યા, PM મોદીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા

 | 3:00 pm IST
  • Share

ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા. ગાંધીનગર રાજભવનમાં રાજ્યના નવા CMની શપથવિધિ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિત ભાજપ શાસિત 4 રાજ્યના CM શિવરાજસિંહ ચૌહાણ, મનોહર ખટ્ટર, પ્રમોદ સાવંત, બસવરાજ બોમ્મઈ હાજર રહ્યા હતા.  આ સિવાય ધારાસભ્યો અને સાંસદો પણ શપથવિધિમાં હાજર રહ્યા હતા.

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે આજે બપોરે 2.20 મિનિટે સમયસર શપથ ગ્રહણ કર્યાં. રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ તેમને શપથ લેવા માટે આમંત્રિત કર્યાં હતા. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની શપથવિધિ પહેલાં ભુપેન્દ્ર પટેલના સમર્થકો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં રાજભવન ખાતે પહોંચ્યા હતાં. ભાજપના ઝંડા સાથે કાર્યકરો અને સમર્થકોએ નારા લગાવ્યા હતાં. રાજભવન પાસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શપથગ્રહણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતાં. મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે ભુપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ બાદ નવ નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પુષ્પ ગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા, મનસુખ ભાઈ માંડવીયા, તેમજ અન્ય મંત્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ સૌએ નવ નિયુક્ત મુખ્યમંત્રી ને પુષ્પ ગુચ્છ આપી શુભકામના આપી હતી.

શપથગ્રહણમાં ભુપેન્દ્ર પટેલનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. ગુજરાત સહિતના અગ્રણીઓ કમલમ ખાતેથી રાજભવન ખાતે પહોંચી ગયાં હતાં. નીતિન પટેલ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે ભુપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યાં હતાં.

આજે સવારથી રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલના નિવાસ્થાને શુભેચ્છા પાઠવવા માટે લોકોની ભીડ જામી હતી. સવારથી જ તેમના ઘરની બહાર લોકો ઉમટી રહ્યા છે. ભુપેન્દ્ર પટેલ પણ પરિવાર સાથે ઘરની બહાર આવ્યા હતા અને શુભચિંતકોનું અભિવાદન ઝીલ્યું હતું.

આજે સવારે અમદાવાદ એરપોર્ટ  ગૃહમંત્રી અમિત શાહને લેવા માટે અનેક નેતાઓનો જોવા મળ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સહિતના અનેક નેતાઓએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. 

ભુપેન્દ્ર પટેલ વહેલી સવારે  નીતિન પટેલના ઘરે પહોચ્યા

આજે તેઓ સવારમાં ઘરે પૂજા અર્ચના કરી હતી, પૂજા કર્યા બાદ તેઓ સીધા જ થલતેજ ખાતેના સાંઈ બાબાના મંદિરમાં દર્શન કરીને સુરધારા સર્કલ પાસે રહેતા નીતિન પટેલના ઘરે પહોચ્યા હતા. રાજ્યના નવા સીએમ ભુપેન્દ્ર પટેલે નીતિન પટેલના ઘરે પહોંચીને તેમના આશીર્વાદ લીધા હતા.

ગુજરાતના ભુપેન્દ્ર પટેલે નીતિન પટેલ સાથે મુલાકાત કર્યા બાદ હાલ નીતિન પટેલે એક નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે ભુપેન્દ્ર પટેલ મારા એક સારા મિત્ર છે અને પારિવારિક સંબંધ ધરાવે છે. હાલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે મારામાં નારાજગી છે, પરંતુ નારાજગીની કોઈ વાત જ નથી. હું ભુપેન્દ્રસિંહભાઈની સાથે જ છું. પક્ષમાં બધાને બધુ મળે એ શક્ય નથી. ભાજપે મને ઘણું બધું આપ્યું છે.

ભુપેન્દ્ર પટેલ જામનગરમાં ભારે વરસાદના પગલે એક્શનમાં

શપથગ્રહણ પહેલાં જ ભુપેન્દ્ર પટેલ એક્શનમાં આવી ગયા છે. ભુપેન્દ્ર પટેલ જામનગરમાં ભારે વરસાદના પગલે મદદની સૂચના આપવામાં આવી છે. જામનગરના 3 ગામના લોકોને તાત્કાલિક સહાયની સૂચના જાહેર કરી છે. ભુપેન્દ્ર પટેલ જિલ્લા કલેક્ટર સાથે તાત્કાલિક વાતચીત કરી છે અને ભારે વરસાદના કારણે ફસાયેલા 35 લોકોને એરલિફ્ટ કરવા સૂચના આપવામાં આવી છે.

ભુપેન્દ્ર પટેલ  વિજય રૂપાણી અને નીતિન પટેલ અને C.R. પાટિલને મળ્યા

ભૂપેન્દ્ર પટેલ હાલ સી આર પાટીલને મળવા પહોંચ્યા છે અને શપથગ્રહણ સમારોહ પહેલા તેમની સાથે પણ એક શુભેચ્છા મુલાકાત કરશે.  એટલું જ નહીં, ભુપેન્દ્ર પટેલ  વિજય રૂપાણી અને નીતિન પટેલને પણ મળ્યા છે.

બપોરે 2.20 વાગે ભુપેન્દ્ર પટેલ સીએમ પદના શપથ ગ્રહણ કરશે

અત્રે નોંધનીય છે કે આજે બપોરે 2.20 વાગે રાજભવન ખાતે ભુપેન્દ્ર પટેલ સીએમ પદના શપથ ગ્રહણ કરશે. આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશ CM શિવરાજસિંહ ચૌહાણ, ગોવાના સીએમ પ્રમોદ સાવંત, કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઈ, આસામના સીમ હેમંત બિસ્વા શર્મા હાજર રહેશે. આ સાથે કેન્દ્રિય મંત્રીઓ પણ શપશ સમારોહમાં જાહર રહેશે..

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે રવિવારે સાંજે રાજભવન જઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપરત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન