Gujarat New CM Of full of challenges The path
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નવા CMનો માર્ગ પડકારો-કસોટીઓથી ભરેલો છે: ભૂપેન્દ્ર પટેલ માટે હાલ રાત ટૂંકી અને વેશ ઝાઝા જેવો ઘાટ છે

નવા CMનો માર્ગ પડકારો-કસોટીઓથી ભરેલો છે: ભૂપેન્દ્ર પટેલ માટે હાલ રાત ટૂંકી અને વેશ ઝાઝા જેવો ઘાટ છે

 | 7:35 am IST
  • Share

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જ સમય બાકી છે ત્યારે ફરી એકવાર આ ચૂંટણીઓ જીતવાની બાબત, પહેલી જ વિધાનસભા ટર્મમાં મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલનો લિટમસ ટેસ્ટ તો છે જ, પણ એ સાથે આવતા દિવસોમાં પાર્ટીમાં સિનિયરોને સાથે લઈને ચાલવાના, બ્યૂરોક્રસીને અંકુશ રાખવાના, સંઘ-સંગઠન-સરકાર વચ્ચે સંકલન સાધવાના તેમજ કોંગ્રેસ છોડીને આવેલા ઉપર કાબૂ સાથે તેમના તરફનો પાર્ટીમાંનો અંસતોષ દૂર કરવાના જટિલ મુદ્દાઓ પણ પદનામિત મુખ્યમંત્રી માટે મોટા પડકારરૃપ છે.

ભૂપેન્દ્ર પટેલ નવાસવા ધારાસભ્ય છે. ચૂંટણી આડે તેમની પાસે કોઈ ખાસ સમય બચ્યો નથી, એવામાં વિદાય લેતા મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેબિનેટ મંત્રીઓ-ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા-કૌશિક પટેલ જેવા સિનિયર મંત્રીઓ તો હવે નવા મંત્રીમંડળમાં નહીં જ હોય એવી ચર્ચા છે પણ ધારાસભ્યપદે તો રહેવાના જ છે, ત્યારે એમને માન-સન્માન આપી સાથે લઈને ચાલવાની બાબત હોય કે પછી રણછોડ ફળદુ, સૌરભ પટેલ, પ્રદીપસિંહ જાડેજા જેવા અન્ય મંત્રીઓ સહિત ધારાસભ્યોની સિનિયોરિટી સ્વીકારી, તેમના સલાહસૂચન મેળવી, તેમને સાથે રાખવાની બાબત હોય-ભૂપેન્દ્ર પટેલ માટે આ મુદ્દો  પાતળા રસ્સા ઉપર બેલેન્સિંગ કરીને ચાલવાની બાબતરૃપ બની રહેશે.

બીજો મોટો પડકાર આઇએએસ-આઇપીએસ ઉપર અંકુશ રાખવાને લગતો છે. ભૂપેન્દ્ર પટેલ પાસે સ્ટેન્ડિંગ કમિટીનો અને ઔડાનો અનુભવ છે, પણ બ્યૂરોક્રસીનો કોઈ અનુભવ નથી. આ સંજોગોમાં અધિકારીઓ તેમની ઉપર હાવી ના બની જાય અને અયોગ્ય નિર્ણયો લેવાઈ જાય તે બાબતે વહીવટમાં નવાસવા ભૂપેન્દ્ર પટેલે ચોકન્ના રહેવું પડશે.

ભૂપેન્દ્ર પટેલ માટે રાત ટૂંકી છે અને એમાં એમણે વેશ ઝાઝા કરવાના છે. વિધાનસભાની ચૂંટણી જીતવા માટે નેતૃત્વ પરિવર્તન થયું છે. ચૂંટણી જીતાડવાની મોટી જવાબદારી એમના ઉપર લાદવામાં આવી છે, એટલે પોતાની પસંદગી યોગ્ય રીતે જ થઈ છે, એ એમણે સાબિત કરી આપવાનું છે. આ સંજોગોમાં સંઘ પરિવારના વિવિધ ઘટકદળો-પાર્ટીના સંગઠન તેમજ સરકાર વચ્ચે તાદાત્મ્ય-સંગઠન સાધવાનો મોટો પડકાર તેમની સામે છે.

કોંગ્રેસમાંથી આવેલા મોટા ગજાનાં નેતાઓ-કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા, જવાહર ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સરકારમાં મંત્રીપદ ભોગવે છે. આ સિવાય બીજા પણ કેટલાક કોંગ્રેસી ગોત્ર ધરાવતા ધારાસભ્યો-આગેવાનોને પદ સાથે માન-મરતબો મળી રહ્યો છે. આ બધા સામે મૂળ ભાજપના ધારાસભ્યો-આગેવાનોમાં છૂપો રોષ વ્યાપેલો છે, જે દૂર કરવાનો પણ મોટો પડકાર નવા મુખ્યમંત્રીએ પાર ઊતારવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન