Gujarat: Oman named the storm 'Maha', the next hurricane will be 'Bulbul'
  • Home
  • Featured
  • ગુજરાતમાં ‘મહા’નું સંકટ હટ્યું નથી, ત્યાં વધુ એક વાવાઝોડાનો ખતરો! હવે પછીનું નામ ‘બુલબુલ’ હશે

ગુજરાતમાં ‘મહા’નું સંકટ હટ્યું નથી, ત્યાં વધુ એક વાવાઝોડાનો ખતરો! હવે પછીનું નામ ‘બુલબુલ’ હશે

 | 12:48 pm IST

ગુજરાતમાં હજૂ ‘મહા’ વાવાઝોડાનું સંક્ટ ટળ્યું નથી ત્યાં વધુ એક વાવાઝોડું બંગાળની ખાડીમાં બની રહ્યું છે. ‘મહા’નું સંકટ હટ્યું નથીને ત્યાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના માછે ફરી એક વખત સંકટના વાદળો ઘેરાય તો નવાઇ નહીં. આ વાવાઝોડાની તીવ્રતા કેટલી હશે, ગુજરાતને નુકસાન કરશે કે નહીં, જેવા અનેક સવાલોનો જવાબ આગામી 48 કલાકમાં મળી જશે તેવા એંધાણ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ 24 કલાકમાં વધુ મજબૂત બનશે, અને આગામી 48 કલાકમાં વાવાઝોડું બનીને આગળ વધશે.

12 જૂને ગુજરાતમાં વાયુ વાવાઝોડું ત્રાટક્યું હતું. ત્યારબાદ હિક્કા અને ક્યાર પછી હવે ‘મહા’વાવાઝોડાએ દસ્તખ દીધી છે. ઓમાને વાવાઝોડાને ‘મહા’નામ આપ્યું છે. હવે પછી જે વાવાઝોડું સક્રિય થઇ રહ્યું છે તેનું નામ સંભવિત નામ ‘બુલબુલ’હશે. આ વાવાઝોડાનું નામ પાકિસ્તાને આપ્યું છે. 8 દેશોએ વાવાઝોડાના કુલ 64 નામ આપ્યા છે. 2004માં વાવાઝોડાના નામ આપવાની પરંપરા શરૂ થઈ હતી. વાવાઝોડાને એક નામ આપ્યા બાદ પછીના 10 વર્ષ સુધી એ નામનો ઉપયોગ થતો નથી!

હવામાન વિભાગે એવી જાહેરાત કરી છે કે 6 નવેમ્બરની રાતથી 7મીની સવાર સુધીમાં પોરબંદરથી દીવ વચ્ચેના દરિયાકિનારાના વિસ્તારમાં ત્રાટકશે. જો કે એક શક્યતા એવી પણ છે કે 6 તારીખે જ ‘મહા’ દરિયામાં સમાઈ જશે. આ અંગે બે કારણો દર્શાવતા હવામાન વિભાગના સૂત્રો જણાવે છે કે ઉત્તરીય પવનો કે જે ઠંડા અને સૂકા હોય છે તે વાવાઝોડાં સાથે ટકરાતા ‘મહા’ના વેગને અટકાવશે.

આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં એક નવું સાયક્લોન તૈયાર થઇ રહ્યું છે. હાલના તબક્કે માત્ર હળવું દબાણ સર્જાયું છે. આગામી 48 કલાકમાં તે વાવાઝોડું બની જશે. હવામાન વિભાગ તેને ‘બુલબુલ’ નામ આપે તેવી શક્યતા છે. જો બુલબુલ સક્રિય થશે તો ‘મહા’ની તાકાતનો થોડો ભાગ પોતાના તરફ અંકે કરશે. આમ ઉત્તરીય ઠંડા સૂકા પવનો અને બુલબુલની ભાગબટાઈથી મહા વાવાઝોડું 6 નવેમ્બરે નબળું પડશે અને દરિયામાં જ વિખેરાઈ જવાની પૂરી સંભાવના છે.

આ પણ જુઓ વીડિયો: વિધાનસભાની ચૂંટણીમાં હારેલા અલ્પેશની રણનીતિ પડી ખુલ્લી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન