Gujarat only 51% of the total child marriages in Gujarat are in Gandhinagar
  • Home
  • Featured
  • ચોંકાવનારી હકીકત સામે આવી! ગુજરાતમાં કુલ બાળ લગ્નો પૈકી 51 ટકા લગ્નો તો માત્ર અહીંયા થાય છે

ચોંકાવનારી હકીકત સામે આવી! ગુજરાતમાં કુલ બાળ લગ્નો પૈકી 51 ટકા લગ્નો તો માત્ર અહીંયા થાય છે

 | 7:50 am IST

ગુજરાતમાં ૧૦૦માંથી ૫૧ બાળ લગ્નો માત્ર ગાંધીનગરમાં થઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આ દુષણ ૩૫ ટકા છે. મંગળવારે ગોપાલક વિકાસ નિગમના સહાય વિતરણ કાર્યક્રમમાં આરંભે સમાજ કલ્યાણ અધિકારીએ આ હકિકતનો સ્વિકાર કરતા જણાવ્યુ હતુ કે, પછાત વર્ગની જ્ઞાતિઓમાં આ દુષણ મોટી સમસ્યારૂપ છે.

વિકસિત રાજ્ય હોવાના વૈશ્વિક પ્રશસ્તિપત્રો મેળવતા ગુજરાતમાં હ્યુમન ઈન્ડેક્ષ્ટને અસરકર્તા સમાજ જીવનના વિવિધ મુદ્દે દેશના બીજા રાજ્યો કરતા પછાત છે. તેવામાં જ્યાંથી સમાજ સુધાર- વિકાસની યોજનાઓનો રાજ્યભરમાં અમલ થાય છે તે પાટનગર ગાંધીનગર જિલ્લામાં જ બાલિકાવધુ જેવી રૂઢીઓનું દુષણ સૌથી વધુ છે.

પછાત વર્ગોની જ્ઞાતિઓમાં રૂઢિગત કુરિવાજોથી સર્વાંગી સમાજને થઈ રહેલા નુકશાન અંગેની જાણકારી આપતા સમાજ કલ્યાણ અધિકારી એચ.એન.નાચિયાએ પોતાના ઉદ્બોધનમાં જ રાજ્યમાં સૌથી વધુ બાળ લગ્નો એકલા ગાંધીનગર જિલ્લામાં થઈ રહ્યાનો એકરાર કર્યો હતો.

જો કે, સરકારી અધિકારીના આ નિવેદનને ઘેંટા અને ઉન વિકાસ નિગમના ચેરમેન ભવાન ભરવાડે નકાર્યુ હતુ. પોતાના પ્રવચન દરમિયાન સ્ટેજ ઉપરથી ચેરમેને જણાવ્યુ કે હું અધિકારીની વાત સાથે સહમત નથી. રબારી- માલધારી સમાજ કેટલાક વર્ષોથી ઘણા બધા કુરિવાજોમાંથી બહાર આવ્યો છે. તેના કારણે બાળ લગ્નનો પ્રમાણમાં મોટાપાયે ઘટાડો થયો છે.

સમાજ કલ્યાણ અધિકારીએ બાળ વિવાહના દુષણથી સમાજને મુક્ત કરવા સામાજિક આગેવાનોને આગળ આવવા અપિલ કરી હતી. એટલુ જ નહી, જ્યોતિષીઓ, ભુવા, ધર્મગુરૂઓને પણ આ દિશામાં આગેવાની લેવા વિનંતી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન