પાલનપુર :દહેજ મામલે ત્રાસ આપી મારવામાં આવતો હતો ઢોર માર - Sandesh
  • Home
  • Gujarat
  • પાલનપુર :દહેજ મામલે ત્રાસ આપી મારવામાં આવતો હતો ઢોર માર

પાલનપુર :દહેજ મામલે ત્રાસ આપી મારવામાં આવતો હતો ઢોર માર

 | 4:12 pm IST

પાલનપુરમાં રહેતી મહિલાએ પોતાના પતિ, પૂર્વ પતિ અને સાસુ વિરુદ્ધ ત્રાસ આપ્યા અંગેની ફરિયાદ અંબાજી પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પીડિત મહિલાને દહેજને લઇને અનેક વખત ત્રાસ આપવામાં આવતો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર પાલનપુરમાં રહેતી પીડિત મહિલાએ તેના પતિ, પૂર્વ પતિ અને સાસુ વિરુદ્ધ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મહિલાને અનેક વખત દહેજને મામલે ત્રાસ આપવામાં આવતો હતો. તેમજ કેટલીક વખત તેને માર મારી ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવતી હતી. જેથી મહિલા કલેક્ટર કચેરી પહોંચી હતી અને કલેક્ટર સમક્ષ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

પીડિત મહિલાની ફરિયાદને આધારે અંબાજી પોલીસે સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.