Gujarat Palanpur Man Kept In Home Quarantine Committed Suicide In Banaskatha
  • Home
  • Featured
  • ગુજરાતનો પહેલો કિસ્સો: ક્વોરન્ટાઈન થયેલા ઘરના મોભીએ કરી આત્મહત્યા, ઇન્વેસ્ટીગેસનમાં મોટો ખુલાસો

ગુજરાતનો પહેલો કિસ્સો: ક્વોરન્ટાઈન થયેલા ઘરના મોભીએ કરી આત્મહત્યા, ઇન્વેસ્ટીગેસનમાં મોટો ખુલાસો

 | 10:22 am IST

વિદેશથી આવેલા લોકોથી કોરોના વાયરસનો ચેપ પ્રસરાય નહીં તેના માટે સરકાર આગમચેતી પગલા ફરીને 14 દિવસ તેવા લોકોને ક્વોરન્ટાઈન કરે છે. પરંતુ ઉત્તરગુજરાતના પાલનપુરમાં હોમક્વોરન્ટાઈન કરેલા એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી જેને લઈને હાલ ભારે ચર્ચાઓ ચાલી રહી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ઉત્તર ગુજરાતના પાલનપુરમાં એક પરિવારને હોમ ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ તે સમયગાળા દરમિયાન તેમના ઘરમાં અવારનવાર ઘરકંકાસ થતો હતો જેથી પરિવારના વિનોદ ચોરસીયાએ ગળેટૂંપો દઈ આત્મહત્યા કરી લીધી હતી. તેમના આ પગલાથી ત્રણ સંતાનો નિરાધાર બન્યા છે. મૃતક ચોરસીયા હૉમ ક્વોરન્ટાઇનમાંથી બહાર આવ્યો એ જ દિવસે અંતિમ પગલું ભરતા હાહાકાર મચી ગયો હતો.

પાલનપુરમાં હોમ ક્વોરન્ટાઈન થયેલા આપઘાતનો કેસમાં જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ આજે એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ આપઘાત કેસમાં હોમ ક્વોરન્ટાઈનને લઈને કોઈ લેવા દેવા નથી. તેમણે પાલનપુરની સત્યમ સોસાયટીમાં ઘરકંકાસના કારણે આપઘાત કર્યો હતો. મૃતક વિનોદ 20 માર્ચથી હોમ ક્વોરન્ટાઈનમાં હતો અને અંતિમ છેલ્લા દિવસે આ પગલું ભર્યું હતું. ત્યારે આરોગ્ય અધિકારીએ પણ ઘરકંકાસનું કારણ આપ્યું હતું. પાલનપુરમાં આત્મહત્યા કેસમાં પોલીસ ઇન્વેસ્ટીગેસનમાં મોટો ખુલાસો થયો હતો. જેમાં વિનોદના પરિવારમાં ઘરકંકાસ કારણે તેમણે આત્મહત્યા કરી હોવાનું ખુલ્યું છે.

ઉત્તર ગુજરાતના પાલનપુરમાં સત્યમ સોસાયટીમાં રહેતા વિનોદ ચોરસીયા મોરબીથી ઘરે પરત આવ્યા હતા. દરમિયાન આરોગ્ય વિભાગના નિયમો મુજબ તેમના ઘરની બહાર 20મી માર્ચથી બોર્ડ મારીને તેમને 3 એપ્રિલ સુધી હોમ ક્વૉરન્ટીનમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ શુક્રવારે કોઈ કારણોસર વિનોદ ચોરસીયાના પરિવારની હોમ ક્વૉરન્ટાઇન મર્યાદા સમાપ્ત થવાના દિવસે જ તેમણે ગેળટૂંપો દઈને આત્મહત્યા કરી હતી. 48 વર્ષના ચોરસીયાએ આત્મહત્યા કરી લેતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

દરમિયાન આત્મહત્યાના બનાવની પ્રાથમિક તપાસ કરતા ચોરસીયાએ ઘરકંકાસથી કંટાળીને અંતિમ પગલું ભર્યુ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જોકે, ક્વૉરન્ટાઇનમાં રાખેલા પરિવારના મોભીએ આ પ્રકારનું અંતિમ પગલું ભરતા સમગ્ર સોસાયટીમાં હાહાકાર મચી ગયો હતો. મૃતક ચોરસીયાની ઉંમર 48 વર્ષ હતી અને તેમને ત્રણ સંતાનો હતા.

જુઓ આ પણ વીડિયો: કોરોનાના કહેર વચ્ચે મહિસાગરમાં ટેબલેટ વિતરણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન