Gujarat Patan And Sabarkantha In total 4 Corona Virus Cases Were Registered
  • Home
  • Corona Live
  • ગુજરાતના પાટણ-સાબરકાંઠાથી ચિંતાજનક સમાચાર, મોડીરાત્રે કોરોનાના એટલા કેસ નોંધાયા કે મચ્યો હાહાકાર

ગુજરાતના પાટણ-સાબરકાંઠાથી ચિંતાજનક સમાચાર, મોડીરાત્રે કોરોનાના એટલા કેસ નોંધાયા કે મચ્યો હાહાકાર

 | 8:45 am IST

ગુજરાતમાં હવે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં કૂદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટીવ કેસોનો આંકડો 151 પર પહોંચી ગયો છે. સોમવારે મોડી રાતે 2 વાગ્યાની આસપાસ ભાવનગરમાં એક અને આજે સવારે પાટણના સિદ્ધપુરના નેદ્રા ગામમાં ત્રણ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના હવે ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પરંતુ હવે જે જિલ્લાઓમાં કોરોનાએ પગપેસરો નહોતા કર્યો તેવી જગ્યાએ પણ કોરોના પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે. હાલ પાટણથી એક મોટા સમાચાર મળી રહ્યા છે.

પાટણમાં કોરોનાનાં કુલ 3 નવા કેસ પોઝિટિવ

પાટણમાં કોરોનાનાં કુલ 3 નવા કેસ પોઝિટિવ સામે આવતા હાહાકાર મચી ગયો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામના 3 યુવકોને કોરોના પોઝિટીવ આવ્યો છે. જેના કારણે ગામમાં હાલ ડરનો માહોલ બનેલો છે. એવું કહેવાઈ રહ્યું છે કે સિદ્ધપુરના કોરોના પોઝિટિવ યુવકના સંપર્કમાં હતા. આ સાથે જ હવે પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક કુલ 5 પર પહોંચી ગયો છે. સિદ્ધપુરના નેદ્રા ગામમાં પોઝિટિવ દર્દીઓ અગાઉ અન્ય એક કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.

સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો

સાબરકાંઠામાં પ્રથમ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને મેડિકલ ક્વાર્ટર્સમાં રહેલા બ્રધરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બ્રધરનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેની સાથે કામ કરતા 22 લોકોને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. આ બ્રધમ મૂળ રાજસ્થાનનો વતની છે. હિંમતનગર સિવિલમાં ફરજ બજાવતા યુવકનો કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠામાં એક કેસ પોઝિટિવ નોંધાતા હવે ગુજરાતની સ્થિતિ વધુ વણસી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક કેસ નોંધાયો છે. હિંમતનગર સિવિલમાં સ્ટાફ તરીકે ફરજ બજાવતા 33 વર્ષના યુવકને કોરોના પોઝિટિવ કેસ સામે આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે.

એવું જાણવા મળી રહ્યું છે કે આ યુવક રાજસ્થાનનો હતો. પરંતુ તેને કઈ રીતે પોઝિટિવ આવ્યો તેની તપાસ શરૂ કરાઈ છે. આ યુવકના સંપર્કમાં 22 લોકો આવ્યા છે, તે તમામને કોરિટાઇન કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટીવ આવેલો યુવક હિંમતનગર સિવિલ આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતો હતો. સોમવારે મોડી રાત્રે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી હવે જિલ્લાની તમામ ટીમ હરકતમાં આવી ગઈ છે.

ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલા પોઝિટિવ કેસ

અમદાવાદના 64, સુરતમાં 19, રાજકોટમાં 10, વડોદરામાં ૧૨, ગાંધીનગરમાં 13, ભાવનગરમાં 14, કચ્છમાં 2, મહેસાણામાં 2, ગીર સોમનાથમાં 2, પોરબંદરમાં 3, પંચમહાલમાં 1, પાટણમાં 5, છોટાઉદેપુરમાં 1, જામનગરમાં 1, મોરબીમાં 1 અને સાબરકાંઠામાં 1 કેસ નોંધાયો છે.

જુઓ આ પણ વીડિયો: અમદાવાદમાં ઓનલાઈન મગાવેલા ફૂડમાંથી નીકળ્યો વંદો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન