Gujarat Patan Five Time MLA And One Time MP Liladhar Vaghela Passes Away
  • Home
  • Featured
  • BJPના પૂર્વ MP લીલાધર વાઘેલાનું 87 વર્ષની વયે નિધન, પાટણના પીંપળ ગામે થશે અંતિમ સંસ્કાર

BJPના પૂર્વ MP લીલાધર વાઘેલાનું 87 વર્ષની વયે નિધન, પાટણના પીંપળ ગામે થશે અંતિમ સંસ્કાર

 | 11:09 am IST

ગુજરાતના પીઢ રાજકારણીનું અવસાન થતા રાજકીય ગલિયારોમાં ઘેરો શોક લાગ્યો છે. ભાજપના પૂર્વ સાંસદ એવા લીલાધર વાઘેલાનું અવસાન થયું છે આજે તેમને પાટણ ખાતે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. પાટણના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય એવા લીલાધર વાઘેલાએ પોતાના પુત્રના ઘરે ડીસા ખાતે તેમનું અવસાન થયું છે. હવે તેમના મૃતદેહને પાટણના પીંપળ ખાતે લઈ જવાશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, લીલાધર વાઘેલા છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. લીલાધર વાઘેલાના અંતિમ સંસ્કાર પાટણમાં તેમના મૂળ વતન એવા પીંપળ ગામ ખાતે કરવામાં આવશે. આ માટે તેમના નશ્વરદેહને તેમના ગામ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 87 વર્ષના લીલાધર વાઘેલા ગુજરાત ભાજપમાં પાંચ વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ તરીકે રહી ચુક્યા છે. એટલું જ નહીં તેઓ ત્રણ વખત ગુજરાત સરકારમાં મંત્રી તરીકે પણ પોતાની સેવા આપી ચૂક્યા છે. લીલાધર વાઘેલા ભૂતકાળમાં કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. ચીમનભાઈ પટેલ સરકારમાં તેઓ મંત્રી રહી ચુક્યા છે. 2004ના વર્ષમાં તેઓ શંકરસિંહ વાઘેલા સામે ચૂંટણી લડીને ચર્ચામાં આવ્યા હતા. 2014માં ભાજપે લીલાધર વાઘેલાને પાટણ બેઠક પરથી ટિકિટ આપી હતી. જેમણે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ભાવસિંહ રાઠોડને 1 લાખ 38 હજાર 719 મતથી હરાવ્યા હતા.

લીલાધર વાઘેલાનો જન્મ 17મી ફેબ્રુઆરી 1935ના રોજ મહેસાણાના ચાણસ્મા તાલુકાના પીમ્પળ ગામ ખાતે થયો હતો. તેમણે બી.એ., બી.એડનો અભ્યાસ કર્યો હતો. તેમણે પોતાના કારકિર્દીની શરૂઆત ખેડૂત, સામાજિક કાર્યકર અને પત્રકાર તરીકે કરી હતી. તેઓએ પાંચ વર્ષ સુધી શિક્ષક તરીકે પણ નોકરી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન