Gujarat Police Jawans who Saved Lives Of People Honored By Sandesh
  • Home
  • Ahmedabad
  • સ્વતંત્રતા પર્વ નિમિત્તે સંદેશ દ્વારા કરાયું ગુજરાતનાં જાંબાઝ પોલીસ જવાનોનું વિશેષ સન્માન

સ્વતંત્રતા પર્વ નિમિત્તે સંદેશ દ્વારા કરાયું ગુજરાતનાં જાંબાઝ પોલીસ જવાનોનું વિશેષ સન્માન

 | 9:36 pm IST

હાલ દેશ 73મા સ્વાતંત્ર્ય પર્વના રંગે રંગાઈ ગયો છે. દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થશે. ત્યારે સંદેશ દ્વારા જીવનાં જોખમે અનેક લોકોનાં જીવ બચાવનાર જાંબાઝ પોલીસ જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ માટે સંદેશ ખાતે વિશેષ રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. દરેક જાંબાઝ પોલીસ જવાનને 25 હજાર રૂપિયાની રાશિ, સર્ટિફિકેટ અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સંદેશ ખાતે યોજાયેલ વિશેષ કાર્યક્રમમાં અલગ-અલગ ક્ષેત્રોમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેઓએ સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ સાથે સ્વતંત્રતા વિશેના અનુભવો અને મંતોવ્યો જણાવ્યા હતા. એટલું જ નહીં, પણ શાળા અને કોલેજમાંથી આવેલ વિદ્યાર્થીઓએ કાવ્યપઠન, ડાન્સ અને દેશભક્તિનાં ગીતો ગાઈને પોતાની કલાને રજૂ કરી હતી.

રંગારંગ કાર્યક્રમ બાદ ગુજરાતમાં દુર્ઘટના સમયે અને કુદરતી હોનારત સમયે પોતાનાં જીવની બાજી લગાવી સામાન્ય લોકોનાં જીવ બચાવનાર પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમને 25,000ની રાશિ, સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

આ વીર પોલીસ જવાનોનું કરાયું સન્માન

1. વીરભદ્રસિંહ તેજસિંહ રહેવર
– 13 મે એપ્પલ હોસ્પિટલમાં લાગેલી આગમાં સૌ પ્રથમ લોકોને હોસ્પિટલમાંથી બહાર કાઠવાની કામગીરી કરી હતી. તેમણે આગમાં ફસાયેલાં લોકોનાં જીવ તો બચાવ્યા હતા જ પણ સાથે જ ફાયરવિભાગની ગાડીઓ માટે ટ્રાફિક કંટ્રોલની પણ ફરજ બજાવી હતી. જેથી ફાયરબ્રિગેડ સરળતાથી ઘટનાસ્થળે પહોંચી શકે.

2. મનિષ રાઠોડ અને નરેશ ચૌધરી
– ગોદરેજ ગાર્ડન સિટીમાં પાસે આવેલાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. બિલ્ડિંગની અંદર 3 કલાક રહીને લોકોને પોતાનાં જીવની પરવાહ કર્યાં વગર લોકોને નીચે ઉતાર્યા હતા. જેમા એક ફાયર અધિકારી બેભાન થયા હતા.

3. જી.કે. ચાવડા, PSI, રાવપુરા, વડોદરા
– વડોદરામાં 31 તારીખની રાત્રે આવેલાં પૂરમાં લોકો જે પાણીમાં ફસાયા હતા. તેમાથી દોઢ માસની બાળકીને ટબમાં મૂકી વસુદેવની જેમ તેનું રેસ્ક્યૂ કર્યુ હતુ.

4. બોપલ પોલીસ સ્ટાફ
– બોપલમાં પાણીની ટાંકી તૂટી તેમાં લોકોને સરકારી વાહનમાં હોસ્પિટલમાં પહોચ્યાં અને એક વ્યક્તિને હૃદય પર પંપીગ પણ કર્યુ હતું.

5. પૃથ્વીરાજસિંહ જાડેજા
મોરબીના ટંકારામાં ધોધમાર વરસાદ બાદ પૂરની સ્થિતિનું નિર્માણ થતાં રહેણાંક વિસ્તારોમાં ગળાડૂબ પાણીમાં જીવના જોખમે પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ કેડસમા પાણીમાં બે બાળકોને પોતાના ખભે બેસાડી તેમનો જીવ બચાવીને નવજીવન આપ્યું હતું.

આ તમામ લોકોનુ સંદેશ દ્ગારા સન્માન કરતા તમામ પોલીસ કર્મીઓ દ્ગારા સંદેશનો આભાર માન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન