Gujarat Rain Forecast from IMD, Is Monsoon over for Gujarat ?
  • Home
  • Featured
  • ગુજરાતમાંથી ચોમાસાએ શું કહી દીધું ‘અલવિદા’?, હવામાન વિભાગે કરી મોટી આગાહી

ગુજરાતમાંથી ચોમાસાએ શું કહી દીધું ‘અલવિદા’?, હવામાન વિભાગે કરી મોટી આગાહી

 | 12:08 pm IST

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યા બાદ હવે આગામી સમયમાં રાજ્યમાં વરસાદ કેવો રહેશે તેનો ચિતાર આપ્યો છે.

આજે હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યું કે આગામી સમયમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે. પરંતુ હાલ રાજ્ય પર હજુ પણ હવાનું હળવું દબાણ યથાવત છે. જેના કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે તે હાલ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ અસર કરી રહી છે. પરંતુ આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા ઘટશે. ઉત્તર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ હોવાથી સારો એવો વરસાદ થશે. શનિવાર (17 ઓગસ્ટ)થી 4 દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે.

અત્યાર સુધી રાજ્યભરમાં 87 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજૂ ચોમાસાના 45 દિવસ બાકી છે. ત્યારે રાજ્યના તમામ વિસ્તારમાં તબક્કાવાર સારો વરસાદ થયો છે. વરસાદનો વિરામ ખેડૂતો માટે લાભદાયક રહેશે. હવામાન વિભાગના મતે હવે પછી 15 દિવસ દરમિયાન કોઈ વરસાદી સિસ્ટમની સંભાવના નહીં.

હવામાન વિભાગે આગામી 24 કલાકની આગાહી આપ્યા બાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહિસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. બનાસકાંઠામાં શુક્રવારે સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જીલ્લામાં છેલ્લા 24 કલાકથી ધીમીધારે વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને જળાશયોમાં પાણીની આવક થઇ રહી છે. રાજ્યના કુલ 204 જળાશયમાં 67.53 ટકા એટલે કે 3.75 લાખ મીટર ઘનફૂટ પાણીનો સંગ્રહ થયો છે. બીજીતરફ ઉત્તર ગુજરાતના 15 ડેમમાં માત્ર 21.22 ટકા પાણી છે.

મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 88.51 ટકા, દ. ગુજરાતના 13 ડેમમાં 77.37 ટકા, કચ્છના 20 જળાશયમાં 57.70 અને સૌરાષ્ટ્રના 139 જળાશયમાં 51.01 ટકા પાણીનો સંગ્રહ થયો છે. નર્મદા ડેમ 79.01 ટકા ભરાયો છે. કચ્છ અને દ. ગુજરાત ઝોનમાં સૌથી વધુ 100 ટકા વરસાદ થયો છે.

જુઓ: વરસાદી માહોલ વચ્ચે હિલસ્ટેશન માઉન્ટ આબુમાં કુદરતી સૌદર્ય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન