Gujarat Rain forecast in the next 5 days
  • Home
  • Gujarat
  • આગામી 5 દિવસમાં વરસાદની આગાહી, 24 કલાકમાં રાજ્યના આ વિસ્તારમાં પડશે વરસાદ

આગામી 5 દિવસમાં વરસાદની આગાહી, 24 કલાકમાં રાજ્યના આ વિસ્તારમાં પડશે વરસાદ

 | 4:19 pm IST

બંગાળની ખાડીમાં સર્જાયેલ એર સાયક્લોનિક સિસ્ટમને કારણે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસમાં સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 69 ટકા વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં જૂનાગઢ,જામનગર,દ્રારકામાં વરસાદ પડશે.તો કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે 26 ઓગસ્ટના રોજ સારો વરસાદ પડવાની આગાહી કરી છે.

ગુજરાતમાં 23મી ઓગસ્ટના રોજ પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે 24 કલાકમાં જુનાગઢ, જામનગર, દ્વારકામાં વરસાદ પડશે.

તમને જણાવી દઈએ કે, હાલ રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં 69 % વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જુનાગઢ, જામનગર તેમજ દ્વારકામાં વરસાદ પડશે. તે સિવાય હવામાન વિભાગે 26 ઓગસ્ટના દિવસે સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.