Gujarat In Rainfall due to the 'wind' thunderstorms, know now when rain in the state will occur
  • Home
  • Featured
  • ‘વાયુ’ વાવાઝોડાના કારણે ચોમાસું ખેંચાયું, જાણો હવે રાજ્યમાં કેટલા દિવસ પછી વરસાદ પડશે

‘વાયુ’ વાવાઝોડાના કારણે ચોમાસું ખેંચાયું, જાણો હવે રાજ્યમાં કેટલા દિવસ પછી વરસાદ પડશે

 | 9:52 am IST

સમુદ્રમાં લો પ્રેસરથી સર્જાયેલા વાયુ વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભલે વરસાદ પડ્યો હોય પણ આ સોમાસું નથી! ઉલ્ટાનું આ વાવાઝોડાને કારણે કેરળથી આગળ વધી રહેલી નૈરૂત્યના ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે. આથી, ગુજરાતમાં પણ ચોમાસાને બ્રેક વાગશે તે નિશ્ચિત છે.

અમદાવાદ સ્થિત ભારત સરકારના ઈન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર જંયત સરકાર પણ ગુજરાતમાં ચોમાસું ખેંચાશે તેની સ્વીકાર કરી ચૂક્યા છે. જો કે, કેટલા દિવસ ખેંચાશે અને આ વર્ષે ચોમાસામાં વરસાદનું પ્રમાણ ઘટશે કે કેમ? તે સંદર્ભે વાવાઝોડાના ગયા પછી સ્પષ્ટ આકલન થઇ શકે તેમ કહે છે.

પરંતુ હકીકતમાં વાયુ વાવાઝોડાને કારકણે કેરળ-કોંકણથી આગળ વધતી સિસ્ટમ ખોરવાઇ છે અને તેના કારણે ગુજરાતમાં 10-15 દિવસ ચોમાસું મોડું આવશે તે સ્પષ્ટ હોવાનું નિષ્ણાતોનું સ્પષ્ટ માનવું છે. વાયુ વાવાઝોડા સાથે આવેલા વરસાદ બાદ હવે વાતાવરણમાં અસહ્ય ઉકળાટ સર્જવાની શક્યતાને સમર્થન આપતા નિષ્ણાતોના મતે આ વખતે ગુજરાતમાં વરસાદમાં ઘટાડો પણ થઇ શકે તેમ છે.

ગુજરાતમાં સામાન્ય રીતે 13થી 15 જૂનની વચ્ચે ચોમાસુ બેસે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચોમાસાની આ પેટર્ન બદલાઇ છતાંયે જૂનના અંત સુધીમાં દક્ષિણથી તેની શરૂઆત થાય છે. તેના આધારે જ આકાશી ખેત પર નભતા ખેડૂતો પાકનો પ્રકાર નક્કી કરે છે. આ વખતે પહેલાથી જ રાજ્યના જળાશયો ખાલી છે, નર્મદાનું પાણી માત્ર પીવા માટે રિઝર્વ છે ત્યારે ચોમાસું ખેંચાશે તેવી આશંકાએ ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

ઈન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટના જૂનિયર ઓફિસરે ઓફ ધ રેકર્ડ જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડું નબળું પડે, દરિયામાં આગળ વધે ત્યારબાદ દક્ષિણમાં નૈરૂત્યમાંથી ઉદ્દભવતા ચોમાસા માટે નવી સિસ્ટમ બનશે. તેના આધારે ગુજરાતમાં ચોમાસું ક્યારે શરૂ થશે તે નક્કી થશે. જો કે, આ સિસ્ટમ આકાર પામે તેનું આકલન કરવું હાલ શક્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન