Gujarat rains have reduced revenue in the green vegetable market, pushing up retail prices
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • વરસાદથી લીલા શાકભાજીની બજારમાં આવક ઘટી, રિટેલમાં ભાવો ભડકે બળ્યાં

વરસાદથી લીલા શાકભાજીની બજારમાં આવક ઘટી, રિટેલમાં ભાવો ભડકે બળ્યાં

 | 9:27 am IST
  • Share

  • રીંગણ, ટામેટાં, ભાજીના ભાવ ડબલ, ફ્લાવર રૂ.120નું કિલો થયું
  • જથ્થાબંધમાં ભાવ વધારા કરતાંય ઊંચા ભાવે છૂટક વેપારીઓ નફો રળી રહ્યાં છે
  • ટામેટાં રૂ.20 કિલો મળતા હતા તે અત્યારે 80 કિલો વેચાણ થઈ રહ્યા છે.

વરસાદને કારણે લીલાં શાકભાજીની આવક ઓછી થતા ભાવમાં ભડકો થયો છે. છૂટક બજારમાં મનફાવે તે રીતે વેપારી અને લારીવાળા ભાવ વસૂલી રહ્યાં છે. રીંગણ, ટામેટા, ભાજીના ભાવો ડબલ થઈ ગયા છે.

એક તબક્કે ભાવ નહોતો મળતો ત્યારે રસ્તામાં ફેંકી દેવામાં આવતું હતું તે ફુલાવર અત્યારે રૂ.120નું કિલો વેચાઈ રહ્યું છે. ટામેટા રૂ.20ના કિલો મળતા હતા તે અત્યારે રૂ.80 કિલો, રીંગણ રૂ.80ના કિલો, મેથીની ભાજી રૂ.160ની કિલો અને લીલા વટાણા રૂ.200ના કિલો વેચાય છે. જ્યારે રૂ.33ની કિલો મળતી ખાંડના રૂ.44 થયા છે.

હોલસેલ માર્કેટમાં લીલાં શાકભાજીની આવક ઓછી અને ડીઝલના ભાવો વધેલા હોવાથી ભાવમાં વધારો આવ્યો છે. તેની અસર રિટેઈલમાં પડતા ત્યાં પણ ભાવ ડબલ થઈ ગયા છે.

ફુલાવર, રીંગણ, મેથીની ભાજી, ફુલાવર, ભીંડા, ગવાર, પરવર સહિતના શાકભાજીના ભાવ કિલોના રૂ.100થી રૂ.160 ચાલી રહ્યાં છે. તો ટામેટાં રૂ.20 કિલો મળતા હતા તે અત્યારે 80 કિલો વેચાણ થઈ રહ્યા છે.

કયા શાકભાજીના, કેટલા ભાવ

શાકભાજી ભાવ
ટામેટા 25-80
રીંગણ 25-80
ભુટ્ટા 30-80
ખીરાકાકડી 30-80
દેશી કાકડી 40-100
કારેલા 40-90
ચોળી 50-160
ફુલાવર 15-120
વટાણા 50-200
મેથીની ભાજી 160
ગવાર 40-100
સિમલા મરચાં 80
સરગવો 25-100
ટીંડોળા 40-120
રવૈયા 30-100
પરવળ 40-120
પાલક 25-100
દેશી મરચાં 30-100
લસણ 70-80
લીંબુ 25-90
ફણસી 50-110
દૂધી 15-60
ડુંગળી 16-50
દેશી કાકડી 35-100
ચોળી 55-120
બીટ 28-80
ભીંડા 40-100
આદું 45-60
બટાકા 12-20
કોબી 20 – 60
કોથમીર 40-160
ફુદીનો 40-80
લીલી ચા 30-80

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો