Gujarat ranks first in the country in custodial death
  • Home
  • Gujarat
  • ગુજરાત કસ્ટોડિયલ ડેથમાં દેશમાં પ્રથમ ક્રમે, જાણો કારણ

ગુજરાત કસ્ટોડિયલ ડેથમાં દેશમાં પ્રથમ ક્રમે, જાણો કારણ

 | 8:22 am IST
  • Share

  • વર્ષ 2020-21માં દેશમાં મોત ઘટયાં પણ ગુજરાતમાં વધ્યાં

  • સાત કિસ્સામાં વારસોને સહાય માટે એનએચઆરસીની ભલામણ

 

2020-21માં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ મામલે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે, ગુજરાતમાં સૌથી વધુ 17 આરોપીના પોલીસ કસ્ટડીમાં મોત થયાં છે, એ પછી બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 13 આરોપીના પોલીસ કસ્ટડીમાં મોત થયાં છે. આ સિવાય દેશના એકેય રાજ્યમાં ડબલ ડિજિટમાં કોઈ જ આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત થયું નથી. વર્ષ 2020-21માં દેશભરમાં કુલ 100 આરોપીનાં મોત થયાં છે, તેમ કેન્દ્રના ગૃહ મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટમાં કહેવાયું છે.

સરકારના રિપોર્ટમાં કહેવાયું છે કે, ગુજરાતના પોલીસ કસ્ટડીમાં મોતના સાત કિસ્સામાં નેશનલ હ્યુમન રાઈટ કમિશને જે તે મૃતકના પરિવારને સહાય પૂરી પાડવા ભલામણ કરી છે, જેની રકમ 24 લાખ થવા જાય છે. કેલેન્ડર વર્ષ 2018-19ના અરસામાં ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં 13, એ પછીના વર્ષ 2019-20માં 12 આરોપીના મોત થયાં હતા જ્યારે 2020-21માં પોલીસ કસ્ટડીમાં મોતનો આંકડો વધીને 17 થયો છે.

બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 13 આરોપીના મોત થયા છે. ઉત્તર પ્રદેશ, પિૃમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં 8-8 આરોપીના પોલીસ કસ્ટડીમાં મોત થયાં છે. એ જ રીતે ઝારખંડ અને કર્ણાટકમાં પોલીસ કસ્ટડીમાં 5-5, ઓડિસામાં ચાર આરોપીનાં મોત થયાં છે. આંધ્રપ્રદેશમાં 3, બિહારમાં 3, અરુણાચલ પ્રદેશમાં 1, આસામમાં 1, હરિયાણામાં 3, જમ્મુ અને કાશ્મીરમાં 2, કેરળમાં 1, મેઘાલયમાં 2, પંજાબમાં 2, રાજસ્થાનમાં 3, તામિલનાડુમાં 2, દિલ્હીમાં 4, છત્તીસગઢમાં 3, ઉત્તરાખંડમાં 1 અને તેલંગાણામાં કસ્ટડીમાં એક આરોપીનું મોત થયું છે.

દેશભરમાં વર્ષ 2018-19માં પોલીસ કસ્ટડીમાં 136, વર્ષ 2019-20માં 112 અને વર્ષ 2020-21ના સમયગાળામાં 100 આરોપીના પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયા છે. તેનાથી વિપરિત ગુજરાતમાં મોતની સંખ્યામાં ઉછાળો નોંધાયો છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો