Gujarat ranks fourth in DigiLocker Mobile App Download
  • Home
  • Ahmedabad
  • DG લોકર મોબાઈલ એપ ડાઉનલોડ કરવામાં પણ ગુજરાતે મેદાન માર્યું, જાણો સૌથી વધુ પસંદ કોની

DG લોકર મોબાઈલ એપ ડાઉનલોડ કરવામાં પણ ગુજરાતે મેદાન માર્યું, જાણો સૌથી વધુ પસંદ કોની

 | 8:40 am IST

તાજેતરમાં જ નવા દંડના નિયમો જાહેર કર્યા છે. હવેથી વાહનચાલકે લાઇસન્સ, રજિસ્ટ્રેશન બુક, પીયુસી સર્ટિફિકેટ ઓરિજનલ સાથે રાખવા પડશે અથવા તો ડીજીલોકર નામક કેન્દ્ર સરકારની એપ્સમાં રાખી શકાશે અને તે માન્ય પણ ગણાશે.

આ એપ્સમાં સમગ્ર દેશમાં ૭,૭૩,૩૨૭ લોકોના રજિસ્ટ્રેશન સાથે ગુજરાત ચોથા નંબરે છે. ખાસ કરીને નવા દંડ માળખા પછી ડીજી લોકર એપ્સ ડાઉનલોડ કરવાનું પ્રમાણ વધ્યું છે.

ડીજી લોકરમાં ડ્રાઈવિંગ લાઈસન્સ, વોટર આઈડી કાર્ડ, સ્કૂલ સર્ટિફિકેટ, પાનકાર્ડ, આર.સી. બુક, જાતિના સર્ટિફિકેટ, ડોમિસાઈલ સર્ટિફિકેટ વગેરે ડિજીટલ સ્વરૂપે સાચવી શકાય છે. ગમે ત્યાં, ગમે ત્યારે એપ્સમાંથી ડોક્યુમેન્ટ મેળવી શકાય છે અને શેર પણ કરી શકાય છે. તેને પોલીસ પણ માન્ય રાખે છે.

ડીજી લોકરમાં યુવાનોનું સૌથી વધુ રજિસ્ટ્રેશન  

ડીજી લોકર ડાઉનલોડ કરીને રજિસ્ટ્રેશન કરાવવાનું ચલણ સૌથી વધુ યુવાવર્ગને પસંદ પડયું હોય તેવું આંકડા પરથી જણાય છે. ૨૧ થી ૩૦ વર્ષના ૧,૪૩,૦૪,૮૭૨, ૩૧ થી ૪૦ વર્ષની વયના ૯,૮૨,૫૧૪એ, ૧૧ થી ૨૦ વર્ષના ૪,૮૫,૨૦૬, ૪૧ થી ૫૦ વયના ૪,૬૧,૭૯૨, ૫૧ થી ૬૦ વર્ષની વયજૂથના ૨,૧૮,૮૧૫ અને ૬૧ થી ૭૦ વર્ષના ૮૨,૮૭૯એ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ડીજીલોકરના આંકડા  

રજિસ્ટર્ડ યૂઝર  : ૨.૭૯ કરોડ

ઈસ્યુ દસ્તાવેજ  : ૩ અબજ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન