Gujarat : Ride Collapsed in Kankaria Balvatika, 3 Dead, Video
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : જુઓ કાંકરીયામાં કેવી રીતે ખચાખચ ભરેલી ડિસ્કવરી રાઈડ ધડાકાભેર તુટી પડી

Video : જુઓ કાંકરીયામાં કેવી રીતે ખચાખચ ભરેલી ડિસ્કવરી રાઈડ ધડાકાભેર તુટી પડી

 | 10:03 pm IST

અમદાવાદના કાંકરિયામાં આવેલા ફન પાર્કમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આજે લોકો ડિસ્કવરી રાઈડમાં બેસીને મનોરંજન માણતા હતાં તે દરમિયાન અચાનક જ તે તુટી પડતા ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. આ દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં આખી રાઈડ ધડાકાભેર તુટીને નિચે પડતા સ્પષ્ટ દેખાઈ આવે છે. દુર્ઘટના બાદ 15 જેટલા લોકોને ઈજા પણ થઈ હતી. ઈજાના કારણે લોકો પીડાના માર્યા કણસી રહ્યા હોવાનું પણ વીડિયોમાં સ્પષ્ટરૂપે દેખાઈ આવે છે.

ઘટના બાદ તે સમયે લોકો પડી જતા ફન પાર્કમાં રીતસરની દોડધામ મચી ગઇ હતી. જોકે ફાયર બ્રિગેડની જાણકારી મળતા જ ઘટના સ્થળે પહોંચી ગયું છે.  આ મામલે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસનાં આદેશ આપી દીધા છે તથા સંચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન