Gujarat Sardar Sarovar on the surface of Narmada dam increase in water level
  • Home
  • Featured
  • સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો, ગુજરાત પર જળસંકટ ટળ્યું

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો, ગુજરાત પર જળસંકટ ટળ્યું

 | 10:42 am IST

વરસાદની બીજી ઇનિંગમાં રાજ્યમાં સારો વરસાદ વરસ્યો છે.  ત્યારે નદી ડેમોમાં પાણીની આવક થઇ છે. તો ગુજરાતની જીવાદોરી સમાન એવા સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં પણ ધરખમ વધારો થયો છે.ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમ સપાટીમાં વધારો થયો છે. જેમા 40674 ક્યુસેક પાણીની આવક થઇ છે. હાલ ડેમની સપાટી 121.43 મીટર પર પહોંચી છે. ડેમની સપાટીમાં દર કલાકે 3 સેન્ટિમીટરનો વધારો થઇ રહ્યો છે.

ડેમમાં CHPHનું વધુ એક યુનિટ કુલ 2 યુનીટ શરૂ કરાયા છે. મુખ્ય કેનાલમાંથી 5500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે 121.92 બાદ ડેમના દરવાજા લગાવતા મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી છે.

મધ્ય પ્રદેશમાં સતત વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 15 દિવસની અંદર ખૂબ વધારો થયો છે.  ત્યારે આ વધતા પાણીના જથ્થાથી ગુજરાત પર જળસંકટ ટળ્યું છે.