Gujarat situation is more serious about Corona than other states in India, why Ahmedabad hotspot announced
  • Home
  • Ahmedabad
  • ભારતના અન્ય રાજ્યો કરતાં કોરોનાને લઈ ગુજરાતની સ્થિતિ ગંભીર કેમ ? શા માટે અ’વાદ જ હોટસ્પોટ

ભારતના અન્ય રાજ્યો કરતાં કોરોનાને લઈ ગુજરાતની સ્થિતિ ગંભીર કેમ ? શા માટે અ’વાદ જ હોટસ્પોટ

 | 3:13 pm IST

આખુ વિશ્વ જ્યારે કોરોના વાયરસની ચપેટમાં આવી ગયુ છે ત્યારે ગુજરાત રાજ્ય પણ બાકાત રહ્યું નથી. ગુજરાતનાં કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં સૌથી વધુ 38 કેસ અમદાવાદમાં નોધાયો છે. કોરોનાની મહામારીથી એકે દેશ બચી શક્યો નથી ત્યારે ગુજરાતની હાલત પણ બદથી બદતર થઈ રહી હોવાની સ્થિતિ દેખાઈ રહી છે. જેમાં માત્ર અમદાવાદમાં જ 38 કેસ નોધાઈ ગયા છે અને 3ના મોત થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જ્યંતી રવીના જણાવ્યા મુજબ આજે પણ નવા 7 કેસ પોઝિટિવ આવ્યા છે જે તમામ અમદાવાદના છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ કેસ નોધાઈ ચુક્યા છે.

હવે કોરોનાને લઈને ભારતમાં અન્ય રાજ્યો કરત ગુજરાતની સ્થિતિ ગંભીર કેમ છે, કેમ કેન્દ્ર સરકાર તરફથી અમદાવાદને હોટસ્પોટ જાહેર કરાયું છે. તેનું ગણિત આ પ્રમાણે છે. વિશ્વના 52 દેશો કરતા ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓના કેસોની સંખ્યા વધારે છે, જ્યારે ભારતના 19 રાજ્યો કરતા વધુ કેસ ગુજરાતમાં નોધાયા છે. જેના કારણે ગુજરાતની સ્થિતિ વિકટ બની છે.

બીજી બાજુ ગુજરાતના નોંધાયેલો કેસમાંથી મોટાભાગના અમદાવાદમાં કેસો નોધાયા છે. જેના કારણે કેન્દ્ર સરકારે અમદાવાદને હોટસ્પોટ જાહેર કર્યું છે. તેના પાછળના ગણિતમાં દેશના 13 રાજ્ય કરતા માત્ર અમદાવાદના કેસ વધારે છે. વિશ્વના 195માંથી 52 દેશ એવા જ્યાં ગુજરાત કરતા ઓછા કેસ નોંધાયા છે. જ્યારે 15 દેશ એવા છે જ્યાં એક પણ કોરોના પોઝિટીવનો કેસ નોંધાયો નથી. ગુજરાતમાં લોકલ સ્તર પર કોરોના વાઈરસ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના કારણે સ્થિતિ ગંભીર બનેલી છે. વિશ્વના સિરીયા, સુદાન, ઝિમ્બાબ્વે સહિત 21 દેશોમાં 10થી પણ ઓછા કેસ કોરોના પોઝિટીવના નોંધાયેલા છે. ફિઝી, નેપાળ, ભૂતાન સહિત 16 દેશોમા 5થી પણ ઓછા કેસ સામે આવ્યા છે. એટલે એવું કહી શકાય કે ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર ખતરનાક છે અને જો આપણે તેની ગંભીરતા નહીં સમજીએ તો મોટો ખતરો ઉભો થશે.

અમદાવાદના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદમાં આજે નવા 7 કેસો નોધાયા છે.લ જે 7 કેસોમાંથી ત્રણ કેસમાં વ્યક્તિઓની ઉંમર 60 વર્ષથી ઉપરની છે, જ્યારે બે કેસ 30 વર્ષથી ઉપરના અને એક 17 વર્ષ અને એકમાત્ર કેસ 7 વર્ષનો છે. અમદાવાદના સાતેય પોઝિટીવ કેસમાંથી 6 કેસ લોક ટ્રાન્સમિશનના છે અને એક કેસ આંતરરાજ્ય ટ્રાવેલિંગનો છે.

તેમણે ઉમેર્યું હતું કે, આરોગ્ય સચિવ જયંતિ રવિએ પણ કહ્યું છે કે, ગુજરાત માટે હજુ 5 તારીખ સુધીના દિવસો મહત્વના છે. ખાસ કરીને લોકડાઉનમાં રહે તે હિતાવહ છે, કેમ કે ગુજરાતમાં કોરોના હજુ ત્રીજા સ્ટેજ સુધી પહોંચ્યો નથી. શહેરોની સાથે હવે ગુજરાતના ગામડાઓ સુધી પણ કોરોના ના પ્રસરે તે માટે આરોગ્ય વિભાગ પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

ગુજરાત માટે ચિંતાની બાબત એ છે કે, વિદેશી પ્રવાસીઓનો ક્વોરન્ટીન પિરિયડ પૂરો થાય એ પહેલાં અમદાવાદ તો આખા દેશમાં કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. ગુજરાત આવેલા વિદેશી પ્રવાસીઓનો ક્વોરન્ટીન્ટીન પિરિયડ 5 એપ્રિલે પૂરો થશે, કેમકે 22 માર્ચની છેલ્લી ફ્લાઈટમાં આવેલા પ્રવાસીઓના 14 દિવસ 5 એપ્રિલે પુરા થઈ રહ્યાં હોવાથી 5 તારીખ સુધી સાવચેતી રાખવી જરૂરી છે. તેમાં પણ ગુજરાતમાં પ્રવાસીઓ કરતા લોકલ ટ્રાન્સમિશન વાળા કોરોના પોઝિટિવના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે.

આમ ગુજરાતમાં વિદેશ પ્રવાસીઓની હિસ્ટ્રી કરતા લોકલ ટ્રાન્સમિશન વધી રહ્યું છે. તેમાં પણ હજુ સુધી આ ફેલાવો ક્લસ્ટર સુધી તો પહોંચી ગયો છે જો હજુ કડકાઈથી લોકડાઉન નહીં રહે તો આગામી દિવસોમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન તરફ આગળ વધે તો ગુજરાતની સ્થિતિ અતિ ગંભીર બની શકે છે.

કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સહિત ભારતમાં 22માર્ચથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ કરી દેવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં કોરોનાના લક્ષણો બહાર આવવાનો ઈન્ક્યુબેશન પિરિયડ 5 એપ્રિલે પૂરો થતો હોવાથી હજુ ગુજરાત માટે 5 એપ્રિલ સુધીના દિવસો મહત્વના છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યું છે ત્યારે લોકડાઉનનો કડકપણે અમલ થાય તે આવશ્યક છે.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદના સ્વપ્નીલ સોનીની અનોખી સેવા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન