Gujarat SOP plan to start school van, bus after Diwali
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દિવાળી બાદ સ્કૂલ વાન, બસ શરૂ કરવા SOP નક્કી કરવાની વિચારણા

દિવાળી બાદ સ્કૂલ વાન, બસ શરૂ કરવા SOP નક્કી કરવાની વિચારણા

 | 11:31 am IST
  • Share

  • દિવાળી બાદ સ્કૂલ વાન, બસ શરૂ કરવા અપાઇ શકે છે મંજૂરી
  • આરોગ્યની SOP આધીન વાહનો શરૂ કરવા અપાશે મંજૂરી
  • સ્કૂલ બસ માટે અલગથી SOP નક્કી કરવાની વિચારણાં
  • દિવાળી બાદ ધો. 1 થી 5 શરૂ કરવાનું સરકારનું આયોજન

રાજ્યમાં ધોરણ 1થી 5ની શાળાઓ દિવાળી બાદ ફરીથી શરૂ કરવાની વિચારણાના પગલે હવે બાળકોને માટે ફરીથી સ્કૂલ વાન, બસ શરૂ કરવા માટેની મંજૂરી પણ અપાઇ શકે છે. આ માટે આરોગ્યની ખાસ ગાઈડલાઈનને તૈયાર કરીને વાહનો શરૂ કરવાની મંજૂરી મળી શકે છે.

દિવાળી બાદ ધો.1થી 5 શરૂ કરવાનું સરકારનું આયોજન

મળતી માહિતી અનુસાર ગઈકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં એક બેઠક મળી હતી. જેમાં ધોરણ 1-5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાની વિચારણા કરાઈ હતી. જો ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવે તો ફરીથી કોરોના માથું ન ઉંચકે તે માટે દિવાળી બાદ સ્કૂલ વાન, બસ શરૂ કરવાની વિચારણા પણ કરવામાં આવી રહી છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર રાજ્યમાં આરોગ્યની SOP આધીન વાહનો શરૂ કરવાની મંજૂરી અપાઈ શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો