ગુજરાતના દશ શહેરોનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી, અમદાવાદમાં 36.8 ડિગ્રી ગરમી - Sandesh
  • Home
  • Ahmedabad
  • ગુજરાતના દશ શહેરોનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી, અમદાવાદમાં 36.8 ડિગ્રી ગરમી

ગુજરાતના દશ શહેરોનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી, અમદાવાદમાં 36.8 ડિગ્રી ગરમી

 | 8:03 pm IST

ગુજરાતમાં વહેતા પવનની દિશા ઉતરીય થતા મહત્તમ અને લધુત્તમ તાપમાનનો પારો, શનિવારની સરખામણીએ રવિવારે આંશિક ગગડ્યો છે. આમ તા, ગુજરાતના દશ શહેરોનું મહત્તમ તાપમાન 37 ડિગ્રીની ઉપર રહ્યું હતું. જ્યારે લધુત્તમ તાપમાન 16.5 ડિગ્રીથી 22 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. ઉતર દીશામાંથી આવતા પવનથી રાજ્યભરમાં મહત્તમ તાપમાન એકથી પાંચ ડિગ્રી સુધી ઘટ્યું છે.

મહત્તમ તાપમાનનો પારો આંશિક ગગડતા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશનથી રાજ્યમાં એકાએક વધી ગયેલા ગરમીના પ્રમાણમાંથી સૌ કોઈએ થોડીક રાહત અનુભવી હતી. રાજ્યમાં સૌથી વધુ ગરમી વેરાવળમાં 38.5 ડિગ્રી, મહુવામાં 38.4 ડિગ્રી, રાજકોટમાં 38.2 ડિગ્રી, અમરેલીમાં 38 ડિગ્રી, સુરતમાં 37.8, ભૂજમાં 37.5, પોરબંદર અને વડોદરામાં 37.4 ડિગ્રી, ડીસામાં 37 ડિગ્રી અને અમદાવાદમાં 36.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

શહેર મહત્તમ તાપમાન લઘુત્તમ તાપમાન
અમદાવાદ 36.8 17.8
ડીસા 37.0 18
ગાંધીનગર 36.0 16.5
વડોદરા 37.4 18.4
સુરત 37.8 20.6
રાજકોટ 38.2 20.8
અમરેલી 38.0 20.0
ભાવનગર 35.1 20.6
સુરેન્દ્રનગર 37.5 19.5
ભૂજ 37.5 21.2
નલિયા 33.8 15.8

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન