Gujarat: Surat Biking Queens bikes theft in Amsterdam Netherlands
  • Home
  • Featured
  • સુરતથી 25 દેશના પ્રવાસે નીકળેલી બાઇકિંગ ક્વીન્સની મુશ્કેલીઓ વધી, એમ્સ્ટર્ડેમમાંથી 2 બાઈક ચોરાઈ

સુરતથી 25 દેશના પ્રવાસે નીકળેલી બાઇકિંગ ક્વીન્સની મુશ્કેલીઓ વધી, એમ્સ્ટર્ડેમમાંથી 2 બાઈક ચોરાઈ

 | 11:09 am IST

સુરતથી 25 દેશોની સફરે નીકળેલી બાઈકિંગ કવીન્સની 2 બાઈક એમ્સ્ટર્ડેમમાં ચોરાઈ ગઈ હતી. આ ઘટનામાં હાલ એવું જાણવા મળી રહ્યું છે કે નેધરલેન્ડના એમ્સ્ટર્ડમમાં 2 મહિલા બાઈકર્સની બાઈક ચોરાઈ છે.

તમને જણાવી દઇએ કે અગાઉ એક મહિલાનો પાસપોર્ટ ચોરાતા સુરત પરત ફર્યા હતા. પરંતુ હવે એમ્સ્ટર્ડમમાં 2 મહિલા બાઈકર્સની બાઈક ચોરાઈ છે. જોકે બાઈકિંગ કવીન્સ હિંમત હારી નહોતી. તેઓએ અન્ય બાઈક ભાડે કરી પ્રવાસ ચાલુ રાખવામાં આવ્યો હતો. આ પહેલાં મોસ્કોમાં મહત્વના સભ્ય એવા જીનલ શાહના પાસપોર્ટ સહિતના દસ્તાવેજ ચોરાયા બાદ જીનલ શાહે સુરત પરત ફરવું પડ્યું હતું.

સુરતની આ ઘટના બાદ એમ્સ્ટર્ડમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભારતીય દૂતાવાસને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. આ ઘટનામાં ડો.સારીકા મહેતા અને રૂતાલી પટેલની બાઈક ચોરી થઈ છે. આ ઘટના અંગે ડો.સારીકાએ જણાવ્યું કે, અમે સવારે જોયું તો બાઈક ન હતા. અમે તુરંત પોલીસને જાણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતથી ત્રણ યુવતી 25 દેશોની સફરે નીકળી છે. થોડા દિવસ પહેલા મોસ્કોમાં મહત્વના સભ્ય એવા જીનલ શાહના પાસપોર્ટ સહિતના દસ્તાવેજ ચોરાયા હતા. દસ્તાવેજ ચોરાયા બાદ જીનલ શાહે સુરત પરત ફરી હતી. પરંતુ અન્ય યુવતીઓએ પોતાનો પ્રવાસ ચાલું રાખ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન