Gujarat surat large ant has stolen millions of rupees diamonds
  • Home
  • Videos
  • મકોડો કરી ગયો લાખો રૂપિયાના હીરાની ચોરી, વીડિયો જોઇ નહીં થાય વિશ્વાસ

મકોડો કરી ગયો લાખો રૂપિયાના હીરાની ચોરી, વીડિયો જોઇ નહીં થાય વિશ્વાસ

 | 7:46 pm IST

ડાયમંડની ચમકથી અંજાયો કે ખાંડના વહેમમાં હીરાને લઈને ભાગતા મકોડાનો વીડિયો સુરત શહેરમાં વાયરલ થયો છે ,ડાયમંડ કંપનીમાં મેનેજરની જગ્યાએ ટેબલ પરથી હીરાને દડાવીને લઈ જતો મકોડો ચર્ચાનો વિષય બન્યો છે. ડાયમંડ નગરી સુરતમાં રસ્તા પર હીરા ઢોળાઈ જાય તો લોકો રસ્તો સાફની સાથે ગટરો પણ સાફ કરી નાખવાના અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો છેલ્લા બે દિવસથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મકોડો હીરાને ગબડાવીને લઈ જઈ રહ્યો છે. હીરાને લઈ જતાં મકોડાના વીડિયોથી સોશિયલ મીડિયામાં અવનવી કોમેન્ટો થઈ રહી છે.હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે,જેથી મકોડાનું પ્રમાણ વધુ હોય છે. પરંતુ હીરાના કારખાનામાં આ રીતે મકોડો હીરો લઈને નાસી છૂટે એ ઘટના જ આશ્ચર્ય પમાડે તેવી છે. આ વીડિયો ક્યાંનો છે અને કોણે ગમત માટે કે અન્ય કારણે વાયરલ કર્યો તે સામે આવ્યું નથી.