Gujarat Tableau For Republic Day Parade In Delhi
  • Home
  • Ahmedabad
  • પ્રજાસત્તાક પર્વે દિલ્હીની પરેડમાં રાણીની વાવનો ટેબ્લો ગુજરાતનું ગૌરવ વધારશે

પ્રજાસત્તાક પર્વે દિલ્હીની પરેડમાં રાણીની વાવનો ટેબ્લો ગુજરાતનું ગૌરવ વધારશે

 | 8:06 am IST

દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી રાણીની વાવ જલમંદિરનો ટેબ્લો દર્શાવવામાં આવશે. ગુજરાતનું ગૌરવ ગણાતી રાણીની વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા બાદ તેની થતી વાર્ષિક ઉજવણીમાં રાણીની વાવને રાષ્ટ્રીય ફલક ઉપર સ્થાન મળે તેમજ આંતરરાષ્ટ્રીય વધુને વદજુ પ્રવાસીઓ રાણીની વાવની મુલાકાત લે તે માટે રાષ્ટ્રીય કક્ષાનો રાણીની વાવ ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવાયા બાદ રાજ્ય સરકાર દ્વારા ફરી દિલ્હી ખાતે યોજાનાર પરેડમાં તેને સ્થાન આપ્યું છે. ટેબ્લો સાથે મોટી સંખ્યામાં કલાકારો ગુજરાતની ઝાંખી પ્રસ્તૃત કરશે.

વર્ષોની પુરાતત્વ ખાતાની અથાગ મહેનત બાદ ઐતિહાસિક વારસાને લોકો સમક્ષ મુકાતા તેના શિલ્પ સ્થાપત્યને નિહાળી લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. ત્યારબાદ કેન્દ્ર સરકારા દ્વારા 100 રૂ.ની નોટ પર રાણીની વાવને કંડારવામાં આવ્યા બાદ પ્રજાસત્તાક દિનની પરેડમાં ન્યુ દિલ્હી ખાતે રાણીની વાવનો ટેબ્લો રજુ કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાતા તેને બનાવવામાં આવ્યો છે.

11મી સદીમાં રાણી ઉદયમતીએ પોતાના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવના સ્મરણાર્થે બનાવેલ સાત માળની આ વાવ અદભૂત શિલ્પ સ્થાપત્યમાં ભવ્ય નમૂનો છે. દિલ્હી ખાતે રાણીની વાવના સ્થાપત્યને ભવ્ય અને કલાત્મક રીતે પ્રસ્તૃત કરવામાં આવળશે. જેમાં જલસ્ત્રોતનું મહત્વ દર્શાવવા ટેબ્લોના આગળના ભાગમાં પાણી ભરેલાં માટલા સાથેની ગ્રામીણ ગુજરાતનું વિશાળ શિલ્પ મુકવામાં આવ્યું છે. રાણીની વાવમાં રહેલાં ભગવાન વિષ્ણુનું શિલ્પની પ્રતિકૃતિ ટેબ્રોના આગળના ભાગમાં રાખવામાં આવી છે. તેમજ પાટણના પ્રખ્યાત પટોળાની ભાતથી તમામ લોકો પરિચિત થાય તે માટે ટેબ્લોની બંને તરફ હાથવણાટના પટોળાની ભાત પાડ઼વામાં આવશે.

આ વીડિયો પણ જુઓઃ પાર્થ સારથીને વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન