Gujarat there will be heavy rains with thunderstorms on any date, A Big Forecast of the Meteorological Department
  • Home
  • Featured
  • ગુજરાતમાં કંઈ જગ્યાએ કંઈ તારીખે કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે?, હવામાનની મોટી આગાહી

ગુજરાતમાં કંઈ જગ્યાએ કંઈ તારીખે કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે?, હવામાનની મોટી આગાહી

 | 11:32 am IST

દક્ષિણ પાકિસ્તાનમાં અને પશ્ચિમ રાજસ્થાનમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તેમજ બંગાળની ખાડીમાં લો-પ્રેશર થતાં રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યાં પ્રમાણે, રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. જેમાં કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ વરસશે. અનેક જગ્યાએ 14થી 17 ઓગસ્ટ સુધીમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે. તેના માટે તંત્ર એલર્ટ થઈ ગયું છે. NDRFની ટીમોને અલગ અલગ જગ્યાએ મોકલી લેવામાં આવ્યા છે.

બીજી બીજુ છેલ્લા 24 કલાકમાં થયેલા ભારેથી અતિભારે વરસાદના કારણે, નદીઓ, જળાશયો, તળાવો છલોછલો થઈ ગયા છે. જૂનાગઢના અનક ડેમો છલકાઈ ગયા છે. અનેક જગ્યાઓ સંપર્ક વિહોણા બની છે. અનેક ગામો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાથી સંપર્ક વિહોણા બન્યા છે. લોકોને સુરક્ષિત રીતે ખસેડી લેવામાં આવ્યા છે. રાજ્યમાં સીઝનનો મોટા ભાગના વરસાદ પડી ગયો છે. મેઘરાજાએ જાણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ઘારણ કર્યું હોય તેવું જણાઈ રહ્યું છે.

14 ઓગસ્ટે કંઈ જગ્યાએ વરસાદ પડશે

ભરૂચ, નર્મદા, સુરત, તાપી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, મહિસાગર, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. પોરબંદર, અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમરેલી, બોટાદ, દીવ અને કચ્છમાં ભારે વરસાદ પડશે.

15 ઓગસ્ટે કંઈ જગ્યાએ વરસાદ પડશે

નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, વડોદરા, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, ગીર સોમનાથ, જામનગર અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે જ્યારે અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, નર્મદા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, મોરબી, રાજકોટ તેમજ સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ થશે.

16 ઓગસ્ટે કંઈ જગ્યાએ વરસાદ પડશે

દ્વારકા, પાટણ, બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામગર, મોરબી અને કચ્છમાં અતિભારે વરસાદ થશે. મહેસાણા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડશે.

17 ઓગસ્ટે કંઈ જગ્યાએ વરસાદ પડશે

બનાસકાંઠા, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે, મહેસાણા, પાટણ, દ્વારકા, જામનગર અને મોરબીમાં ભારે વરસાદ પડશે. ૧૮મીએ બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ તથા કચ્છમાં અતિભારે વરસાદ પડશે. અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન