NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2050 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સોમનાથમાં અમિત શાહની હાજરીમાં ‘150 અપ’ની ઘડાશે રણનીતિ

સોમનાથમાં અમિત શાહની હાજરીમાં ‘150 અપ’ની ઘડાશે રણનીતિ

 | 11:51 am IST

સોમનાથમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચાલુ થઇ ગઇ છે. યુપીના વિજય બાદ ગુજરાતમાં પણ ચૂંટણીમાં વિજય મેળવવાની તૈયારી ચાલી રહી છે. યુપીમાં 300 પ્લસ બેઠક મળી છે. હવે ગુજરાતમાં 150 પ્લસ બેઠક મેળવવાનાં લક્ષ્યાંક સાથે ભાજપ મેદાનમાં ઉતરશે. ચૂંટણી પહેલા પ્રદેશ કારોબારી મળનાર છે. જેનો આજથી સોમનાથમાં પ્રારંભ થશે.

12 જ્યોતિર્લિંગ પૈકી ‘કાશી (ઉત્તરપ્રદેશ)થી સોમનાથ (ગુજરાત)’ને કારોબારી મંથનની થીમ બનાવી યુ.પી.ની જેમ ગુજરાત-2017 વિધાનસભા ચૂંટણી સર કરવાનો મુદ્દો બે દિવસીય બેઠકના એજન્ડામાં મુખ્ય મુદ્દાઓમાંનો એક બની રહેશે. બે દિવસીય બેઠકને લઇ ગુજરાતભરમાંથી ભાજપનાં નેતાઓ સોમનાથ પહોંચી ગયા છે. આજે બપોરનાં કારોબારીનો પ્રારંભ થશે. જેમાં અમિત શાહ, મુખ્ય મંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતનાં હાજર રહેશ. ભાજપની પ્રદેશ કારોબારીમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં 150 પ્લસ બેઠકનો સંકલ્પ લેવામાં અવાશે. આ ઉપરાંત આજે સાંજનાં સોમનાથ મંદિરમાં કમલ પુજા કરવામાં આવશે. સોમનાથમાં પ્રદેશ કારોબારીને લઇને ભાજપમય માહોલ બન્યો છે. આ બેઠક માટે સોમનાથમાં વિશાળ ડોમ્સ બનાવાયા છે, અને આ સ્થળને પંડિત દીનદયાળ ઉપાધ્યાયનગર નામ અપાયું છે, જ્યાં બે દિવસ દરમિયાન દેશભરમાંથી ભાજપના સંગઠનના 500થી વધુ આગેવાનો હાજરી આપશે.
BJP-1
આજે મુખ્યમંત્રી સોમનાથમાં લાઇટ એન્ડ શો ખુલ્લો મૂકશે
સોમનાથ મંદિરનાં ભવ્ય ઐતિહાસીક સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શોનો મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સાંજે પ્રારંભ કરાવશે. અમિતાભ બચ્ચનનાં વોઇસમાં નવીન લાઇટ એન્ડ શો તૈયાર કરવામાં આવેલ છે. પ્રવાસીઓમાં અનોખું આકર્ષણ રહે તેમજ મંદિરના ઇતિહાસ અને ઐતિહાસીક સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારે નવિન અત્યાધુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરાવેલ છે. અગાઉ વર્ષ 2003માં ઓમ પુરીનાં અવાજમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો કાર્યરત હતો. જે બંધ થતાં ‘ખુશ્બુ ગુજરાત કી’ કેમ્પેઇન અંતર્ગત લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કર્યો છે. અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં સ્પેશિયલ ઇફેક્ટ સાથે તૈયાર થયેલ શોમાં ૩ડી પ્રોજેક્સન, મેપીંગ લાઇટિંગ ડિઝાઇનીંગ, 200 લેઝર લાઇટ અને કંટ્રોલ પેનલ સહિત શોનો સમય 35 મિનિટનો છે.
BJP-3

182 દીવડા, સોમનાથ દાદાને કમળપુષ્પો
શુક્રવારે સાંજે કારોબારી બેઠકના તુરંત બાદ ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરના ભાજપ પ્રમુખો, મહામંત્રી અને અપેક્ષિત કારોબારી સભ્યો સાગરદર્શન હોલ સામે સમુદ્રકિનારે 182 દીવડા પ્રગટાવશે; આ આંકડો રાજ્ય વિધાનસભા બેઠકો સૂચવે છે. 2017 ચૂંટણીમાં વિજય માટે રણનીતિ ઘડવા ઉપરાંત સોમનાથ મંદિરે મહાદેવને અપક્ષિત કારોબારી સભ્યો કમળ પુષ્પ ચઢાવીને પૂજા કરશે.
BJP-4

હોડીમાં નરેન્દ્ર મોદી, અમિત શાહના કટઆઉટ્સ
સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્ર પીઠિયાએ જણાવ્યું કે, સમુદ્રકિનારે સાગરખેડૂઓ દ્વારા કરાયેલા એક આયોજન અંતર્ગત વિશાળ હોડીમાં ભાજપના ઝંડા અને લાઈટિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના વિશાળ કટઆઉટ્સ મૂકાયાં છે, જે કાલે રાતે જોવા મળશે. કારોબારી સ્થળે ‘કાશીથી સોમનાથ’ અને (ઉત્તરપ્રદેશમાં 300ની જેમ) ગુજરાતમાં 150થી વધુ બેઠકોનો લક્ષ્ય સૂચવતી વિશાળ રંગોળી તૈયાર કરાઈ છે.