Gujarat Tourist Detainst In Mukesh Ambani House Antilia Security
  • Home
  • Gujarat
  • ‘એન્ટિલિયા’ પર કોઈ ખતરો નહીં, બંને શકમંદ ગુજરાતના ટૂરિસ્ટ

‘એન્ટિલિયા’ પર કોઈ ખતરો નહીં, બંને શકમંદ ગુજરાતના ટૂરિસ્ટ

 | 5:18 pm IST
  • Share

  • એન્ટિલિયાને દેખવા માંગતા હતા શકમંદ
  • ટૂરિસ્ટ તરીકે આવેલા શખ્સે એમ જ ઈન્ક્વાયરી કરી હતી
  • બન્ને શકમંદોનો કોઈ ગુનાહિત ઈતિહાસ નહીં

મુંબઈમાં 8 નવેમ્બરે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. એક ટેક્સી ડ્રાઈવરે બન્ને શંકાસ્પદ શખ્સોને લઈને પોલીસને ફોન કર્યો હતો. જેમાં ડ્રાઈવરે કહ્યું કે, બન્ને જણાં અંબાણીના ઘર એન્ટિલિયા વિશે પૂછપરછ કરી રહ્યાં હતા. જે બાદ પોલીસે એન્ટિલિયાની બહાર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને તપાસ આદરી હતી. જો કે હવે બન્ને શકમંદો ઓળખ કરવામાં આવી ચૂકી છે. જેઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તેઓ ગુજરાતના છે અને મુંબઈ ફરવા આવ્યા હતા અને એન્ટિલિયા જોવા માંગતા હતા.

ટેક્સી ડ્રાઈવરે પોલીસને એવી વાત કહી કે, બન્ને શખ્સો ઉર્દૂમાં વાત કરી રહ્યા હતા. આથી તેમના પર શક ગયો હતો. જે બાદ પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા જરૂરી પગલા ભર્યા. CCTV ફૂટેજની મદદથી કારને ટ્રેસ કરવામાં આવી, પરંતુ જ્યારે પોલીસ તે શખ્સો સુધી પહોંચી, ત્યારે સમગ્ર કેસ ફરી ગયો.

હકીકતમાં જે શખ્સો એન્ટિલિયા વિશે પૂછી રહ્યા હતા, તેઓ મુંબઈ ફરવા આવ્યા હતા, કારણ કે બૉલિવૂડ સ્ટાર્સના ઘરોની જેમ જ અંબાણીનું ઘર એન્ટિલિયા પણ દુનિયાભરમાં જાણીતુ છે. આથી આ ગુજરાતી ટૂરિસ્ટ તેને જોવા જઈ રહ્યા હતા. જો કે પોલીસે તેમના તમામ ડૉક્યુમેન્ટ અને ટૂરિસ્ટ હોવાના દાવાની ઉલટ તપાસ કરી હતી, પરંતુ કંઈ વાંધાજનક મળી આવ્યુ નથી.

જણાવી દઈએ કે, મુંબઈમાં અંબાણીના ઘર એન્ટિલિયા, શાહરૂખ ખાનના ઘર મન્નત અને અમિતાભ બચ્ચનના ઘર “જલસા”ની બહાર લોકોની ભીડ રહે છે. જો કે થોડા સમય પહેલા એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી એક કાર મળી હતી. જે બાદ પોલીસ હવે કોઈ પણ જોખમ લેવા નથી માંગતી. આથી જ જેવો ટેક્સી ડ્રાઈવરનો ફોન આવ્યો, તાત્કાલીક એન્ટિલિયાની બહાર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો