Gujarat Traffic Rules: Man Steal Helmet in Rajkot, Caught On Cam
  • Home
  • Featured
  • હવેથી સૂતાં, બેસતાં, ઉઠતાં જીવની જેમ સાચવો હેલ્મેટ! નહીંતર જોઈ લો રાજકોટનો આ વીડિયો

હવેથી સૂતાં, બેસતાં, ઉઠતાં જીવની જેમ સાચવો હેલ્મેટ! નહીંતર જોઈ લો રાજકોટનો આ વીડિયો

 | 6:03 pm IST

ગુજરાતમાં આજથી નવા ટ્રાફિક નિયમોનો અમલ શરૂ થઈ ગયો છે. આખા ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. આ માટે તમામ લોકો હેલ્મેટ અને સીટ બેલ્ટ સાથે જોવા મળી રહ્યા છે. પણ નવા ટ્રાફિક નિયમોએ હવે સામાન્ય જનતા માટે બીજી મુશ્કેલી ઉભી કરી દીધી છે. એકબાજુ બાઈક પર લગાવેલાં હેલ્મેટની ચોરી થઈ રહી છે. તો બીજી બાજુ હેલ્મેટના કાળા બજાર પણ થઈ રહ્યા છે.

ગુજરાતમાં હવે હેલ્મેટ વગર મસમોટા ટ્રાફિક દંડની જોગવાઈ થતાં લોકો હેલ્મેટ પહેરીને જ ઘરની બહાર નીકળી રહ્યા છે. પણ જે લોકો પાસે હેલ્મેટ નથી તે લોકોએ હવે અલગ જ રસ્તો અપનાવી દીધો છે. રાજકોટમાં એક વ્યક્તિ હેલ્મેટ ચોરતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. અને ચોરી પણ તેણે એટલી ચાલાકીથી કરી કે તમે પણ જોતાં રહી જશો. પહેલાં બાઈક પર ટિંગાળેલા હેલ્મેટની પાસે ઉભા રહી તેણે ફોન પર વાત કરી. અને બાદમાં આજુબાજુ બધે નજર કરી કોઈ જુએ નહીં તે રીતે તેણે હેલ્મેટ ચોરી લીધું હતું. અને પોતાના બાઈકમાં લગાવેલી બેગમાં મૂકી દીધું હતું.

તો નવા ટ્રાફિક નિયમોને કારણે હેલ્મેટ ચોરીનાં કિસ્સાઓ તો વધી રહ્યા છે. પણ સાથે સાથે હેલ્મેટની કાળાબજારી થવાની પણ શરૂઆત થઈ ગઈ છે. જામનગરમાં પોલીસે હેલ્મેટની કાળાબજારી કરતી એક મહિલાને ઝડપી પાડી છે. આ મહિલા 270 રૂપિયાની કિંમતના હેલ્મેટના 700 રૂપિયા લોકો પાસેથી લેતી હતી. અને લોકો પણ દંડથી બચવા માટે 700 રૂપિયા આપી દેતા હતા. પોલીસે આ મહિલા સામે ગુનો નોંધી હેલ્મેટનો જથ્થો જપ્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન