Gujarat unique Maska village where houses and streets are named on daughters
  • Home
  • Gram Panchayat Election 2021
  • ગુજરાતનું અનોખું ગામ જ્યાં દીકરીઓના નામે છે ઘર અને શેરીઓ

ગુજરાતનું અનોખું ગામ જ્યાં દીકરીઓના નામે છે ઘર અને શેરીઓ

 | 12:56 pm IST
  • Share

  • ગુજરાતનું અનોખું મસ્કા ગામ જ્યાં દીકરીઓને મળે છે સમ્માન

  • સૌથી વધુ ભણેલી દીકરીના નામે રખાય છે શેરીનું નામ

  • દીકરીઓના નામે રખાય છે ગામમાં ઘરના નામ

 

ગુજરાત પોતાની અનેક ખાસિયતોના કારણે દેશ જ નહીં, દુનિયાભરમાં પણ જાણીતું છે. આજે આપણે અહીં ગુજરાતના જાણીતા એવા કચ્છની વાત કરીશું. કચ્છના માંડવી તાલુકાનું મસ્કા નામનું આ ગામ એક અનોખી ખાસિયત ધરાવે છે. પણ શું તમે જાણો છો કે આ ગામમાં એવું તો શું ખાસ છે. નહીં ને તો આજે અમે આપને જણાવીશું કે મસ્કા ગામ શા માટે ખાસ છે.

 

જાણો ગામની ખાસિયત

આ ગામમાં દીકરીઓને ખાસ પ્રાધાન્ય અપાય છે. બેટી બચાઓ, બેટી ભણાવો. જે રીતે અહીં પોસ્ટર્સ છે તે જ રીતે ગામમાં તેનું પાલન પણ કરાય છે. અહીં ગામની દીકરીઓને ભણાવાય છે. અહીં તેમના નામે જ ઘર અને સડક પણ છે. કદાચ આ વાત તમને અનોખી અને આશ્ચર્ય પમાડનારી લાગી શકે. પરંતુ આ એક હકીકત છે.

 

 

રિદ્ધિબેન સચદેવના નામે છે ઘર

અહીં ખાસ કરીને દીકરીઓના ભણતરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ અહીં જે દીકરીઓ સારું ભણે છે અને સારા માર્ક્સ લાવે છે તેમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અનોખી પહેલમાં તેમના નામે ઘર અને શેરીનું નામ રખાય છે.

 

શું કહે છે ગામની દીકરીઓઃ કેવી રીતે પ્રોત્સાહન મળે છે

સરકાર ઈચ્છે છે કે દેશની દીકરી આગળ આવે અને સારું એજ્યુકેશન મેળવે અને નામ રોશન કરે. આ સમયે આ નાનું મસ્કા ગામ દેશની દીકરીને પ્રોત્સાહન આપી રહ્યું છે. ગામની દીકરીઓ આ વાતથી ખુશ છે અને તેમને મળી રહેલા પ્રોત્સાહન અંગે તેઓએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત કરી છે. મસ્કા ગામની દીકરીઓ કહે છે કે મારું નામ રિદ્ધિ સચદેવ છે. ગામમાં દીકરીને ભણાવવા ઘણા પ્રયાસ કરાય છે. આ સિવાય એ પહેલ છે કે ગામમાં જે દીકરીના ઘરની આગળ શેરી હશે તેને નામે તે શેરી કરાશે અને તેને પ્રોત્સાહિત કરાશે. જ્યારે આ રીતે પ્રોત્સાહન મળે છે ત્યારે સારું લાગે છે. શિક્ષણનું સ્તર અહીં સારું છે. અનેક પ્રયાસો સફળ થઈ રહ્યા છે તે ખરેખર વખાણવા લાયક છે.

 


ગામને શિક્ષકોના ગામ તરીકે ઓળખાય છે

ગામમાં સૌથી વધારે શિક્ષકો છે. અહીં શિક્ષણ પૂરું પાડવા માટે સૌથી વધારે પ્રયાસ કરાય છે. ગામમાં બાલિકા પંચાયતની રચના કરાઈ છે. દીકરીને આગળ વધારવી એ જ ગામનો ઉદ્દેશ્ય છે. 9મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી કહે છે કે હું પોતાને નસીબદાર માનું છું કે હું મસ્કા ગામમાં રહું છું. જ્યાં દીકરીઓ અને બહેનોને સમ્માન અપાય છે. જે ઘરમાં દીકરી હોય તેના નામે તે ઘર ઓળખાય છે. જે શેરીમાં હાઈ એજ્યુકેટેડ ગર્લ હોય તેના નામે શેરી હોય છે જેથી અમને પણ વધારે ભણવા માટે પ્રોત્સાહન મળે છે.

 

માહી ચંધ્યાના નામે પણ છે ઘર

મસ્કામાં માહીબેન વિનિતભાઈ ચંધ્યાના નામે પણ ઘર છે. તેને તેનું નામ જોઈને મસ્ત લાગે છે. અહીં બધી છોકરીઓ આગળ વધે છે. માહીને ટીચર બનવું છે.

શું કહે છે ગામના સરપંચ

દેશમાં દીકરીઓ સુરક્ષિત નથી ત્યારે આ ગામની પહેલ ખૂબ જ સારી છે. આ ગામની પહેલ અનેક ગામ અને દેશને મદદ કરશે. આ સમયે ગામના સરપંચ કિર્તિકુમાર આપણી સાથે છે. તેઓએ તેમને મળેલી કામની પ્રેરણા વિશે જણાવ્યું કે સૌ પહેલા તો મોદી સાહેબની પહેલ મહિલા અને બેટી બચાઓ, બેટી પઢાઓની રચના કરી અને રાજ્ય સરકાર દ્વારા પણ સાથ સહકાર મળ્યો, આ સાથે મસ્કા ગ્રામ પંચાયતે નિર્ણય કર્યો અને પંચાયતમાં ઠરાવ પાસ કરાવ્યો. આ સાથે અમે દીકરીની ઓળખથી ઘર ઓળખવાની પહેલ પુરુષ પ્રધાન સમાજમાં શરૂ કરી. જે શેરીમાં, ગલીમાં સૌથી વધારે ભણેલી દીકરી હોય તેના નામે આ શેરી કરાય. જેથી તેને પ્રોત્સાહન મળે.

 

પ્રેરણા ક્યાંથી મળી

સરપંચ કહે છે કે ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન રાવલે કહ્યું કે કંઈક નવું કરીએ ત્યારે કચ્છમાં પહેલી વાર બાલિકા ઘર અને બાલિકા પંચાયત બની. જેમાં વિકાસના કામ, સરકારની યોજનાઓની ચર્ચા થાય છે. વિધવા, નિરાધાર, બીમારને લગતી સહાય બાલિકા પંચાયતના માધ્યમથી પૂરી પાડીએ છીએ. કરાટે ક્લાસ, સ્વરક્ષણ તાલીમનું આયોજન, મહિલાઓ માટે ડ્રાઈવિંગ સ્કૂલ અને લાયસન્સનું આયોજન પણ છે. આ સાથે સ્પોકન ઈંગ્લિશનું આયોજન પણ કરીશું. જેથી દીકરીઓને સશક્ત અને સ્વનિર્ભર બનાવી શકાય.

દીકરીઓને પ્રાધાન્ય કેટલું જરૂરી

મસ્કાના સરપંચ કહે છે કે અનેક કહેવતોને ખરા અર્થમાં જીવનમાં ઉતારવાનો સમય આવી ગયો છે. સરકારની અનેક યોજનાઓ પણ સહાય કરે છે. આ સાથે જ બસ પાસની સુવિધા છે અને સાથે જ તેના પર 2 ઘરને તારવાની જવાબદારી છે. તો આત્મનિર્ભર ભારતની યોજના છે જેમાં સીવણ, બ્યુટીપાર્લરના ક્લાસ પણ કરાવીએ છીએ જેથી દીકરીઓ આત્મનિર્ભર બની શકે અને તેમનું જીવન ક્યારેય અટકે નહીં.

તો આજે તમે જાણ્યું હશે કે કઈ રીતે પુરુષ પ્રધાન સમાજમાં મસ્કા ગામ મહિલાઓ અને દીકરીઓને સમ્માન આપી રહ્યું છે. આ કારણે આ ગામ અનોખું છે. જો દરેક ગામ આ પહેલને સ્વીકારશે તો દેશ જલ્દી આગળ આવી શકશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો