Gujarat University blind student bank clerk passed the exam
  • Home
  • Ahmedabad
  • અર્જુનને પક્ષીની આંખ દેખાતી હતી, તેમ આ પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીની માત્ર બેન્કની નોકરી દેખાતી હતી, આ પરીક્ષા પાસ કરી

અર્જુનને પક્ષીની આંખ દેખાતી હતી, તેમ આ પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીની માત્ર બેન્કની નોકરી દેખાતી હતી, આ પરીક્ષા પાસ કરી

 | 7:43 am IST

પ્રજ્ઞાચક્ષુ હિના ચૌહાણ નામની દિકરીએ બેંક ક્લાર્કની પરીક્ષા પાસ કરી પરિવારનું નામ રોશન કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીના સોશિયોલોજી વિભાગમા એમ.એમા અભ્યાસ કરતી આ વિદ્યાર્થીનીએ ત્રણ વર્ષની મહેનત બાદ આજે IBPS ક્લાર્કની ઓનલાઇન પરીક્ષા પાસ કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા તાલુકાના મોજીદડ ગામમા હિનાના માતા-પિતા મજૂરી કામ કરે છે. ચૌહાણ હિના મંજીભાઈએ તેની સફ્ળતા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, મારા માતા પિતા મજૂરી કામ કરે છે. અમે કુલ ચાર ભાઈ બહેન છીએ. જેમાં મારી આંખોમા ૭૫ ટકા વિઝન ઓછુ છે.

છતા મારા માતા પિતાએ ચારેય ભાઈ બહેનમા માત્ર મને ભણવા માટેની તમામ છુટછાટ આપી અને સપોર્ટ કર્યો. હું હાલમાં ગુજરાત યુનિવર્સિટીના સોશિયોલોજી વિભાગમા એમ.એ અભ્યાસ કરૂ છું. શરૂઆતમાં મને ટીચર બનવાની ઈચ્છા હતી જેથી મેં ગુજરાત યુનિવર્સિટીમાં જ બી.એડ કર્યુ. બાદમાં મને એવુ થયુ કે ટીચરના નોકરી મેળવવા માટે મોટો ઇંતેજાર કરવો પડશે જેથી એ સ્વપ્નું જ મે છોડી દીધું.

ત્યાર બાદ બેંકમાં જ ક્લાર્કની નોકરી મેળવવાનો મનમા પુરી મક્કમતા સાથે નિર્ણય લઈ લીધો. અને એની તૈયારી શરૂ કરી દીધી. બેંક ક્લાર્કની ભરતી આવતા મેં ફેર્મ ભર્યું અને પ્રથમ એન્ટ્રન્સ એક્ઝામ ગત ડીસેમ્બર મહિનામાં આપી જેમા હું પાસ થઈ. બાદમાં જાન્યુઆરી મહિનામાં મે મેઈન્સ આપી જેનુ બુધવારે પરિણામ આવ્યું અને હું પાસ થતા મારો ટાર્ગેટ પૂરો થયો.

હિના ગુજરાત તરફ્થી નેશનલ ક્રિકેટ ટૂર્નામેન્ટ પણ રમી

આ અંગે સમાજશાસ્ત્ર્ર વિભાગના અધ્યાપક રાજેન્દ્ર જાનીએ જણાવ્યું હતું કે, હિના ચૌહાણે સરકારી નોકરીયાત દીકરી’નુ સપનું સાકાર કરવા અને કરાવવામાં આજે સફ્ળ બની છે. હિનાએ ગુજરાતની પ્રજ્ઞાચક્ષુ મહિલા ક્રિકેટ ટીમની સદસ્ય પણ રહી ચૂકી છે. ગત ફેબ્રુઆરી મહિનામાં મુંબઈમાં જે પ્રજ્ઞાચક્ષુ મહિલા ટુર્નામેન્ટ હતી એમાં  મહારાષ્ટ્રની ટીમને હરાવીને ચેમ્પિયન પણ બની હતી એ ગુજરાતની ટીમની સદસ્ય હતી.

વીડિયો સાંભળીને પરીક્ષા તૈયારી કરી સફ્ળતા મેળવી

ટેકનોલોજીનો સદઉપયોગ કેવી રીતે કરવો તેનું પણ હિના ચૌહાણે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. પ્રપ્રજ્ઞાચક્ષુ હોવાથી હિના લાંબા સમય સુધી વાંચી શકતી નોહતી. જેથી તેણે ક્લાર્કની સંપૂર્ણ તૈયારી મોબાઇલમા વીડિયો સાંભળીને કરી હતી. તેના કેટલાક મિત્રો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના વીડિયો પણ મોકલતા હતા. આ ઉપરાંત તે પોતે યુટયુબમા વીડિયો સર્ચ કરી તૈયારી કરતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન