Gujarat University will provide one-day salary to the Chief Minister's Relief Fund at the educational federation.
  • Home
  • Ahmedabad
  • ગુજરાત યુનિવર્સિટી, કર્ણાવતી-રાજપથ ક્લબે મહેકાવી માનવતા, કોરોનાને હરાવવા આવ્યા આગળ

ગુજરાત યુનિવર્સિટી, કર્ણાવતી-રાજપથ ક્લબે મહેકાવી માનવતા, કોરોનાને હરાવવા આવ્યા આગળ

 | 8:20 pm IST

કોરોના વાઈરસની જીવલેણ બીમારી વિશ્વના 195 દેશમાં ફેલાઈ ચૂકી છે. આ મહામારીમાં અત્યાર સુધીમાં વિશ્વભરમાં 21 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 4 લાખ 71 હજાર લોકો તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. એક લાખ 14 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો 44 પર પહોંચી ગયો છે. રાજકોટમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક 44 પર પહોંચ્યો છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 5 કેસ નોંધાયા છે. 13 સેમ્પલ પૈકી 12 નેગેટિવ અને એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક મહાસંઘે મહત્વનો નિર્ણય લીધો છે. તેઓ કોરોના વાયરસ સામે લડવા માટે પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમા આપશે. તેઓ કોરોના વાયરસ સામે લડવા પોતાનો એક દિવસનો પગાર આપશે. આ મામલે સંઘે મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખી પગાર જમા લેવા જણાવ્યું હતું.

કોરોના વાયરસની મહામારી સામે લડવામાં પ્રત્યક્ષ ભુમિકા ભજવવાની સાથે સાથે ચરોતરના કેટલાક પ્રાથમિક શિક્ષકો દ્વારા પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાનો નિર્ણય કરીને અન્ય શિક્ષકો તેમજ કર્મચારીઓને ઉદાહરણ પુરું પાડેલ છે. ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ તાલુકાના તમામ શિક્ષકોનો એક દિવસનો પગાર આપવાનું જાહેર કરેલ છે, જ્યારે આણંદ અને ખેડા જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખો દ્વારા તમામ શિક્ષકોને મહામારીમાં મદદ માટે આગળ આવવાની હાંકલ કરી હતી. બાલાસિનોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે પણ એક દિવસનો પગાર રાહત ફંડમાં આપવાનું જણાવેલ છે. આમ ચરોતરના ખેડા તેમજ આણંદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા કોરોના વાયરસની મહામારીમાં પોતાનાથી શક્ય તમામ મદદ સાથે સરકારની સાથે હોવાનું જણાવ્યું હતું.

રાજપથ અને કર્ણાવતી કલબ દ્વારા પણ લોકોને મદદ કરાઈ રહી છે અહિં દરરોજ સવારે અને સાંજે 5 હજાર ફૂડ પેકેટ્સ તૈયાર કરાઇ રહ્યા છે. જે લોકોને જરૂર છે તેવા લોકોને કોર્પોરેશન પહોંચાડી રહી છે. કોરોનાના કેહેર વચ્ચે લોકોને મદદ કરાઈ રહી છે.

આ વીડિયો પણ જુઓ ; ખેડામાં યુવક સામે હોમ ક્વોરન્ટાઈન ભંગનો ગુનો દાખલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન