Gujarat Vadodara police has taken strict action against food delivery boy in Vadodara.
  • Home
  • Baroda
  • પોલીસે ચાલુ વાહને મોબાઇલ વાપરવા મુદ્દે ફૂડ ડિલીવરી બોય વિરુદ્ધ સપાટો બોલાયો

પોલીસે ચાલુ વાહને મોબાઇલ વાપરવા મુદ્દે ફૂડ ડિલીવરી બોય વિરુદ્ધ સપાટો બોલાયો

 | 9:49 am IST

શહેરમાં ટ્રાફિક પોલીસ દ્ગારા ટ્રાફિક ભંગ કરનારા સામે લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે વડોદરા પોલીસે વડોદરામાં ફૂડ ડિલીવરી બોય વિરુદ્ધ કડક પગલાં લીધા છે. ટ્રાફિક પોલીસે વડોદરામાં હેલમેટ તેમજ ચાવુ વાહને મોબાઇલ ફોન વાપરવા મુદ્દે ફૂડ ડિલીવરી બોય સામે કાર્યવાહી કરી છે.

વડોદરા ટ્રાફિક પોલીસે ગેંડા સર્કલ, મુજમહુડા, સુસેન સર્કલ, કારેલીબાગ સહિતના વિસ્તારમાં આ ઝુંબેશ શરૂ કરી છે. ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વિરુદ્ધ ટ્રાફિક પોલીસે 97 કેસ નોંધી રૂપિયા 9700મો દંડ વસૂલ કર્યો છે.

ટ્રાફિક જામ આ દેશની મોટામાં મોટી સમસ્યા બનતી જાય છે. દેશનું એક પણ મોટું શહેર કે નાનું નગર એવું નથી કે જ્યાં ટ્રાફિક જામનો પ્રશ્ન ના હોય. એમાં પણ ઘણા લોકો ટ્રાફિક નિયમનો ભંગ કરતા રહે છે ઉલ્લેખનીય છે કે ટ્રાફિક વિભાગ સહિતના વિભાગો સજ્જ થઈ ગયા છે. શહેરના મુખ્ય માર્ગોને સીસીટીવીથી સજ્જ કરાયા છે. જેના મોનીટરિંગ માટે પોલીસ ભવનમાં આ માટે ખાસ કંટ્રોલરૂમ પણ ઉભો કરાયો છે.