Gujarat Visit Swaminarayan Temple at Nadiyad Vadtal
  • Home
  • Gujarat
  • ગુજરાતમાં અહીં છે સ્વામી નારાયણનું 9 ગુંબજનું મંદિર, કરો દર્શન

ગુજરાતમાં અહીં છે સ્વામી નારાયણનું 9 ગુંબજનું મંદિર, કરો દર્શન

 | 2:50 pm IST
  • Share

  • વડતાલમાં આવેલું છે સ્વામિ નારાયણનું મંદિર

  • કમળ આકારનું, 9 ગુંબજનું છે આ મંદિર

  • દૂર દૂરથી માનતા લઈને આવે છે ભક્તો

વડતાલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલાં ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના નડીઆદ તાલુકામાં આવેલું ગામ છે. અહીં સ્વામિનારાયણ સંપ્રદાયનુ મોટું પવિત્ર ધામ છે. આ ગામમાં નવ શિખરનુ મંદિર છે. આ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાને સ્વયં લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ નામની મૂર્તિ પધરાવી છે. દુનિયામાં આ પ્રથમ ઘટના છે કે જેમાં ભગવાન સ્વામિનારાયણે પોતાની મૂર્તિ પોતાની જાતે પધરાવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણરુપ શિક્ષાપત્રીની રચના સ્વામિનારાયણ ભગવાને આ મંદિરમાં કરી હતી.

 

કેવું છે મંદિર

વડતાલનું શ્રી સ્વામિનારાયણ મંદિર એ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું વડુંમથક છે. અહીં ભગવાન સ્વામિનારાયણે પધરાવેલી શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ સ્થાપિત છે. કમળ આકારમાં નિર્મિત આ મંદિર શિલ્પસ્થાપત્યની બેનમૂન ઈમારત છે અને નવ ગુંબજ મંદિરને અનેરી શોભા આપે છે. અહીં લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રણછોડરાયજી, શ્રી હરિકૃષ્ણ મહારાજનું મંદિર છે. મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સંવત 1881ની કારતક સુદ 12ના રોજ (ગુરુવાર, 3 નવેમ્બર, ઈસ 1823) કરવામાં આવી હતી. તદુપરાંત એક વર્ષ બાદ એટલે કે 3 નવેમ્બર, ઈ.સ. 1824ના રોજ ભગવાન સ્વામિનારાયણે વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરમાં શ્રી વાસુદેવ, શ્રી ધર્મપિતા અને ભક્તિમાતાની મૂર્તિઓ પણ પધરાવી હતી.

 


ભક્તોની મનોકામના થાય છે પૂરી

માનવામાં આવે છે કે ભક્તોએ દિલથી અને આસ્થાથી માગણી કરેલી દરેક માનતા અહીં પૂરી થઈ જાય છે. આસ્થાના પ્રતિક સમાન સ્વામિનારાયણ મંદિરમાં ભક્તો મનોકામના સાથે આવે છે અને તે પૂરી થતા રાહત અનુભવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો