Gujarat Weather Forecast monsoon returning
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની વિદાય, 7 જિલ્લામાં વરસાદની ઘટ

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની વિદાય, 7 જિલ્લામાં વરસાદની ઘટ

 | 4:23 pm IST
  • Share

  • રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની પૂર્ણાહૂતિ
  • ચોમાસાની વિદાય બાદ તબક્કાવાર તાપમાન વધશે
  • મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં 96% વરસાદની ઘટ

હવામાન વિભાગ દ્વારા નૈઋત્યના ચોમાસાને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની પૂર્ણાહૂતિ થઈ હોવાનું કહેવાયું છે. આ વખતે 7 જિલ્લામાં વરસાદની ઘટ સાથે નેઋત્યના ચોમાસાની વિદાય થઈ ગઈ છે. આવતીકાલથી વાતાવરણ ચોખ્ખુ થઈ જશે અને તાપમાનમાં પણ ધીમે-ધીમે વધારો થશે.

દેવભૂમિ-દ્વારકા અને કચ્છ જિલ્લામાં સિઝનનો સૌથી વધુ વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ વર્ષે અમદાવાદ, ખેડા, આણંદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં વરસાદની ઘટ રહી છે. જે પૈકી મહેસાણા, અરવલ્લી અને ખેડા જિલ્લામાં સિઝનનો સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. જ્યારે મહેસાણા અને અરવલ્લીમાં 96 ટકા વરસાદની ઘટ રહી છે. જ્યારે દેવભૂમિ-દ્વારકા અને કચ્છ જિલ્લામાં સિઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી, તે પૂર્વે રાજ્યના 25 જેટલા તાલુકાઓમાં હળવા ઝાપટાથી માંડીને 2 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. જેમાં ગીર-સોમનાથના તલાલા તાલુકામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ચોટીલામાં સવા ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય રાજ્યના અન્ય 15 જિલ્લાઓમાં હળવા ઝાપટા પડ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો