Gujarat will first get a 'native Ahmedabadi' CM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતને પહેલા ‘મૂળ અમદાવાદી’ CM મળશે: ‘પેટ્રોલ જીવનજરૂરી વસ્તુમાં ના આવે’, ભૂપેન્દ્ર પટેલનો જૂનો વીડિયો વાઇરલ

ગુજરાતને પહેલા ‘મૂળ અમદાવાદી’ CM મળશે: ‘પેટ્રોલ જીવનજરૂરી વસ્તુમાં ના આવે’, ભૂપેન્દ્ર પટેલનો જૂનો વીડિયો વાઇરલ

 | 8:13 am IST
  • Share

અમદાવાદ શહેર એ ગુજરાતના રાજકીય ઈતિહાસમાં અનેકવિધ આંદોલન, બદલાવનું સાક્ષી રહ્યુ છે. ગુજરાતના ૬૨ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મૂળ અમદાવાદી મુખ્યમંત્રીપદ સંભાળશે. ૫૯ વર્ષના ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ અમદાવાદના દરિયાપુરમાં તંબુચોકી પાસે આવેલી ધતુરાની પોળાના કડવા પટેલ છે.

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ- ઔડાના ચેરમેનપદથી સીધા જ ઘાટલોડિયાના ધારાસભ્યપદે પહોંચેલા ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાન સંપ્રદાય સાથે જોડાયેલા છે. આથી, તેઓ ‘દાદા’ના હૂલામણા નામે પણ ઓળખાય છે. ૧૯૮૦ના દાયકામાં કોમી રમખાણોને કારણે મૂળ અમદાવાદીઓએ કોટ વિસ્તારમાંથી સ્થળાંતર કરીને સાબરમતી નદીને પછીના ઔપિૃમ અમદાવાદમાં વસવાટ શરૃ કર્યો હતો.

ભૂપેન્દ્ર પટેલના પિતા પણ એ આરસામાં જ મેમનગર રહેવા આવેલા. તે વખતે મેમનગર નગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા ભૂપેન્દ્ર પટેલ વર્ષ ૧૯૯૫થી ૨૦૦૦ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને પ્રમુખ રહી ચૂક્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેમનગર પાલિકાને ભેળવ્યા બાદ અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને છેલ્લે વર્ષ ૨૦૧૫-૧૭ દરમિયાન ઔડાના ચેરમેનપદ પણ સંભાળ્યુ હતુ.

વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી વખતે ભાજપે તેમને ઘાટલોડિયા મતક્ષેત્રમાંથી ઉતાર્યા હતા. હવે ચાર જ વર્ષના ધારાસભ્યના કાર્યકાળમાં તેઓ મુખ્યમંત્રીપદે પહોંચશે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરાતાં જ ત્રણ કલાકમાં ટ્વિટર પર તેમના ફોલોઅર્સની સંખ્યા ડબલ કરતાં પણ વધી ગઈ હતી, ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાહેર કરાયા તે પહેલાં ટ્વિટર પર તેમના ફોલોઅર્સની સંખ્યા ૧૬ હજાર આસપાસ હતી, જોકે મોડી સાંજે તેમના ફોલોઅર્સની સંખ્યા ૪૦ હજારને પાર થઈ ગઈ હતી.

મુખ્યમંત્રી તરીકે નામ જાહેર થયું તે બદલ શુભકામના પાઠવવા બદલ લોકોનોે તેમણે અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે જુલાઈ ૨૦૧૮માં રાહુલ ગાંધીને પડકારતી ટ્વિટ કરી હતી, ઉપરાંત અન્ય ટ્વિટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, ભૂપેન્દ્ર પટેલે અગાઉ એવું કહ્યું હતું કે, પેટ્રોલ જીવન જરૃરી ચીજવસ્તુમાં ના આવે, એ જૂનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાઈ છે, વર્ષ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આખા ગુજરાતમાં સૌથી વધુ ૧,૭૫,૬૫૨ મતો તેમણે મેળવ્યા હતા, એટલું જ નહિ પરંતુ ૧,૧૭,૭૫૦ મતોની રેકોર્ડબ્રેક લીડથી તેઓ જીતીને પ્રથમ વાર જ ધારાસભ્ય બન્યા હતા, તેઓ જમીની સ્તરના કાર્યકરની ઓળખ ધરાવે છે.

‘પેટ્રોલ જીવનજરૃરી વસ્તુમાં ના આવે’, ભૂપેન્દ્ર પટેલનો જૂનો વીડિયો વાઇરલ

અમદાવાદ ઃ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયા બાદ સોશિયલ મીડિયામાં રવિવારે ભૂપેન્દ્ર પટેલનો જૂનો ૧૨ સેકન્ડનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ એવું કહે છે કે, પેટ્રોલ જીવન જરૃરી વસ્તુમાં ના આવે. આ સાથે જ લોકોએ એવી કોમેન્ટ કરી છે કે, ગુજરાતના નવા મુખ્યમંત્રીને ઓળખી લો. 

શહેરના ‘પાટીદાર’, સામાજિક કનેક્શન આખું ઉત્તર ગુજરાત

ભૂપેન્દ્ર પટેલ ભલે અમદાવાદ શહેરના હોય પરંતુ, ભાજપનો આ પાટીદાર ચહેરાના સામાજિક તાણાવાણાં ઉત્તર ગુજરાત સાથે જોડાયેલા છે. તેમના પત્ની હેતલબહેન મહેસાણાના પ્રોગ્રેસિવ ગામ લાંઘણજના છે. જે રૃપાણી સરકારમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના મતક્ષેત્ર હેઠળ આવે છે. નિવૃત ૈંછજી એચ.એસ.પટેલ અને રાજીનામુ આપી અસારવાથી ભાજપના ધારાસભ્ય રહેલા રજનીકાંત પટેલ લાંઘણજ ગામના છે. ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ સ્થિત સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં ટ્રસ્ટ્રી પણ છે.

ભૂ૫ેન્દ્ર પટેલની કારકિર્દી પર નજર:

૧૯૯૫થી ૧૯૯૬

મેમનગર  નગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન

૨૦૦૮થી ૨૦૧૦

અમદાવાદ મ્યુનિ. સ્કૂલબોર્ડમાં વાઈસ  ચેરમેન

૨૦૧૦થી ૨૦૧૫

AMCમાં સ્ટેન્ડિંગ કમિટીના  ચેરમેન

૨૦૧૫થી ૨૦૧૭

 ઔડાના ચેરમેન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન