અમેરિકામાં ડ્રગ્સનું ઉત્પાદન કરવાના રેકેટમાં ગુજરાતીની કરાઈ ધરપકડ - Sandesh
  • Home
  • NRI
  • અમેરિકામાં ડ્રગ્સનું ઉત્પાદન કરવાના રેકેટમાં ગુજરાતીની કરાઈ ધરપકડ

અમેરિકામાં ડ્રગ્સનું ઉત્પાદન કરવાના રેકેટમાં ગુજરાતીની કરાઈ ધરપકડ

 | 7:16 pm IST

અમેરિકાના પેન્સિલવેનિયાના બકર્સ કાઉન્ટી ખાતેથી ગાંજાનું ઉત્પાદન કરતા ગુજરાતીની ધરપકડ કરવામાં આવી છે. K-2 નામના ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ ગુજરાતીની ઓળખ દક્ષેશ પટેલ તરીકે કરવામાં આવી છે અને તે ગાંજાનું મોટી માત્રામાં ઉત્પાદન કરતો હતો. જેની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે એટર્ની એડમ્સે કહ્યું કે, પોલીસે રિડિંગ વિસ્તારમાં ૪૦૦ બ્લોકના લેંકસ્ટર એવન્યૂમાં સ્મોક્સ આઉટલેટ અને વેપર લોન્જમાં સર્ચવોરન્ટ ઉપર તપાસ કરતાં K-2 મળ્યું હોવાનું જણાયું હતું. પકડાયેલા દક્ષેશ પટેલે ડ્રગ્સ રિંગના લીડર એરિક સિન્ટ્રોનને જાણતો હોવાની વાત પણ સ્વીકારી હતી. એરિક સિન્ટ્રોનને જ્યારે સળિયા પાછળ હતો ત્યારે અન્ય લોકોની આગેવાની કરી હતી. જો કે, પકડાયેલા દક્ષેશ પટેલે કહ્યું હતું કે, હું નિર્દોષ છું, મેં કંઈ જ ખોટું કર્યું નથી. દક્ષેશ પટેલની ધરપકડથી પાડોશીઓ પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. જ્યારે પોલીસ દક્ષેશ પટેલને તપાસ માટે તેના ઘર લાવી હતી તે દરમિયાન તમામ રોકડ રૃપિયા અધિકારીઓ સામે રાખી દીધા હતા જે તેના નહોતા પણ એરિક સિન્ટ્રોનના હતા.

પોલીસના કહેવા મુજબ, તેણે દાગીના ઉપરાંત દોઢ લાખ ડોલર રોકડા સામે રાખી દીધા હતા. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પટેલે ફોન ઉપર સિન્ટ્રોન સાથે કામ કર્યું હતું. પટેલ અને સિન્ટ્રોન એક રેસ્ટોરાં ખોલવા અને મુહલ્લેબર્ગ ટાઉનશીપમાં એક તૂર્કી હિલ ખરીદવાની યોજના પર પણ વિચાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન