hacking youtube account gujarati artist arrest
  • Home
  • Bhavnagar
  • અપકમિંગ ગુજરાતી ફિલ્મના કલાકારની પોલીસે કરી ધરપકડ, કારણ જાણી રહેશો દંગ

અપકમિંગ ગુજરાતી ફિલ્મના કલાકારની પોલીસે કરી ધરપકડ, કારણ જાણી રહેશો દંગ

 | 9:36 pm IST

ગુજરાતી ફિલ્મ કલાકારની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.અમદાવાદ સાયબર ક્રાઈમે રોહતિ કલથીયા નામના કલાકારની ધરપકડ કરી છે. રોહિત અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘ધ ગેસ્ટ હાઉસ’માં કલાકાર છે. કલાકાર રોહિતે યુટ્યૂબ ચેનલ હેક કરી આવક પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી હતી.

સાયબર ક્રાઇમે અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘ધ ગેસ્ટ હાઉસ’ના કલાકાર રોહિત કળથીયાની ધરપકડ કરી છે. આ કલાકાર સામે યુ ટ્યૂબની ચેનલ હેક કરવાના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. આરોપી કલાકાર પર યુ ટ્યુબ એકાઉન્ટ હેક કરી મળતી 800 ડોલરનીઆવક પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવાનો આરોપ છે. આ મામલે સાયબર ક્રાઇમે કલાકારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

એકાઉન્ટ નંબર અને પીન નંબર બદલી છેતરપિંડી આચરી
ફરિયાદી રાજુ ગોવિંદભાઈ ભરવાડની ફરિયાદ મુજબ અજાણ્યા શખ્સે ફરિયાદીની યુ ટ્યૂબ ચેનલના ઓફિશિયલ આઈડી તથા પાસવર્ડ હેક કરી ફરિયાદીની પરવાનગી વિના યુ ટ્યૂબ ચેનલની જગ્યાએ બીજી આઈડી બનાવી પાસવર્ડ બદલી નાખી આરોપીએ પોતાનો આર્થિક ફાયદો લેવા એકાઉન્ટ નંબર તથા પીન નંબર બદલી છેતરપિંડી આચરી હતી.

રોહિત કળથીયા છેલ્લા સાડા ત્રણ વર્ષથી એક્ટિંગ ક્ષેત્રે કાર્યરત છે. રોહિતે એક ચેનલમાં ક્રાઈમ કવરેજ તથા ક્રાઈમ પોઈન્ટના પ્રોગ્રામમાં એક્ટિંગ કરી છે અને હાલ ગુજરાતી આલ્બમ તથા ગુજરાતી ફિલ્મમાં એક્ટિંગ કરે છે.