ગુજરાતી અબજપતિ બંધુ બ્રિટિશ રાણીના જન્મ દિવસે રાજવી ખિતાબથી સન્માનિત  - Sandesh
  • Home
  • NRI
  • ગુજરાતી અબજપતિ બંધુ બ્રિટિશ રાણીના જન્મ દિવસે રાજવી ખિતાબથી સન્માનિત 

ગુજરાતી અબજપતિ બંધુ બ્રિટિશ રાણીના જન્મ દિવસે રાજવી ખિતાબથી સન્માનિત 

 | 12:47 am IST

। લંડન ।

બ્રિટિશ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના ૯૪મા જન્મદિવસે સન્માનિત થનારાઓમાં ભારતીય મૂળના બે અબજોપતિ ભાઈઓ અને ભારતીય મૂળના જ ઓક્સફર્ડ યુનિવર્સિટીના ૭૦ વર્ષના ફંડ રેઝર પ્રોફેસરનો પણ સમાવેશ થાય છે. આ પ્રોફેસર સ્કિપિંગ શીખ તરીકે પણ જાણીતા છે. સન્માનિતોની યાદી મુજબ ભારતીય મૂળના અબજોપતિ ભાઈઓ ઝુબેર અને મોહસિન ઇસ્સાને દાન પ્રવૃત્તિ સહિતની સેવાઓ બદસ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (સીબીઇ) ખિતાબથી સન્માનવામાં આવ્યા હતા. સુપરમાર્કેટ ચેઇન અસડાનું અધિગ્રહણ કરીને આ બંને બંધુ હાલમાં પ્રકાશમાં આવ્યા હતા. બ્લેકબર્નમાં રહેનારા બંને ભાઈના માતાપિતા ૧૯૭૦ના દાયકામાં ગુજરાતથી બ્રિટન ગયા હતા. પોતાના ઇજી ગ્રૂપના માધ્યમથી પેટ્રોલ સ્ટેશનો પર તેઓ યૂરો ગેરેજનું સંચાલન કરે છે. આ ઉપરાંત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પરિસ્થિતિગત તંત્ર વિજ્ઞાનના પ્રોફેસર યદવિંદરસિંહ માલીને પણ સીબીઆઇ સન્માનથી નવાજવામાં આવ્યા છે. આ વર્ષના આરંભમાં લંડન ખાતે પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહાલયના ટ્રસ્ટીપદે તેમની વરણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત લંડન ખાતેની ઇમ્પિરિયલ કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર નિલય શાહને બ્રિટનની અર્થવ્યવસ્થાના કાર્બોનાઇઝેશન માટેની સેવાઓ બદલ તેમ જ હીલિંગ લિટલ હાર્ટની સ્થાપના કરનારા ડો. સંજીવ નિખાનીને ઓફિસર ઓફ ધ મોસ્ટ એક્સલન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન