આ માસમાં જન્મેલી સ્ત્રીઓનો સ્વભાવ હોય છે ક્રૂર, વાંચી લો 12 માસની વિગતો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0400 +0.34
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આ માસમાં જન્મેલી સ્ત્રીઓનો સ્વભાવ હોય છે ક્રૂર, વાંચી લો 12 માસની વિગતો

આ માસમાં જન્મેલી સ્ત્રીઓનો સ્વભાવ હોય છે ક્રૂર, વાંચી લો 12 માસની વિગતો

 | 6:10 pm IST

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્ત્રીઓનો સ્વભાવ પર તેમના જન્મના માસની અસર પણ હોય છે. તો આજે જાણો કયા ગુજરાતી માસમાં જન્મેલી સ્ત્રીનો સ્વભાવ સૌથી વધારે ક્રૂર હોય છે.

કારતક
કારતક માસમાં જેનો જન્મ હોય છે તેઓ કુટિલ સ્વભાવની અને ચતુર તેમજ ખોટું બોલનાર હોય છે.

માગશર
આ માસમાં જેનો જન્મ થાય છે તે પવિત્ર, મીઠું બોલનારી, દયાવાન, ધર્મમાં માનનારી અને કાર્ય કુશળ હોય છે.

પોષ
પોષ માસમાં જેનો જન્મ હોય છે તેનો સ્વભાવ ક્રોધી હોય છે અને તે પતિની વાતનો વિરોધ કરવાની એક તક પણ જતી કરતી નથી.

માહ
આ માસમાં જન્મેલી સ્ત્રીઓ પાસે અઢળક ધન હોય છે. સૌભાગ્યશાળી, બુદ્ધિમાન સ્ત્રીને સંતાન સુખ પણ પ્રાપ્ત થાય છે. જો કે તે કટુવચન બોલનારી હોય છે.

ફાગણ
ફાગણ માસમાં જેનો જન્મ થાય છે તે સ્ત્રી ધન-સંપત્તિ તો ધરાવે જ છે સાથે જ તે ધાર્મિક સ્વભાવની પણ હોય છે.

ચૈત્ર માસ
ચૈત્ર માસમાં જન્મેલી સ્ત્રીઓ હોશિયાર, સારી વક્તા હોય છે પરંતુ તેઓ ક્રોધી અને ક્રૂર પણ હોય છે. જો કે તેઓ સ્વરૂપવાન પણ હોય છે અને ધનવાન પણ બને છે.

વૈશાખ માસ
આ માસમાં જેનો જન્મ થયો હોય છે તે સ્ત્રી પવિત્ર, કોમળ સ્વભાવની, સુંદર નેત્રવાળી, ધનવાન હોય છે, આ સાથે જ તેમનો સ્વભાવ ક્રોધી હોય છે.

જેઠ માસ
આ માસમાં જન્મેલી સ્ત્રીઓ બુદ્ધિશાળી અને ધનવાન બને છે. જો કે તેઓ ધાર્મિક સ્વભાવની અને અનેક કાર્યોમાં કુશળતા ધરાવતી હોય છે. આ સ્ત્રીઓને તેમના પતિ તરફથી અઢળક પ્રેમ મળે છે.

અષાઢ
અષાઢ માસમાં જન્મેલી સ્ત્રી સંતાનવાન, પતિનો પ્રેમ પામનાર હોય છે. પરંતુ તેના નસીબમાં ધન હોતું નથી.

શ્રાવણ માસ
આ માસમાં જન્મેલી સ્ત્રીઓ પવિત્ર, ક્ષમા ભાવ રાખનાર હોય છે. જો કે તેઓ શરીરથી સ્થૂળ હોય છે.

ભાદરવો
આ માસમાં જેનો જન્મ થયો હોય છે તેઓ કોમળ સ્વભાવની, ધનવાન અને પુત્રવાન હોય છે. આ સ્ત્રી ઘર સંપત્તિની રક્ષા કરે છે. તેઓ હંમેશા પ્રસન્ન રહે છે અને પરિવાર માટે સૌથી પહેલા વિચાર કરે છે.

આસો
આસો માસમાં જેનો જન્મ થાય છે તે સ્ત્રી સુખી, ધનવાન અને રૂપવતી હોય છે. તે કાર્યકુશળ હોય છે.