gujarati dish recipe dal dhokli recipe ingredients method
  • Home
  • Food & Lifestyle
  • ગુજરાતથી બિહાર સુધી ફેમસ છે આ વાનગી, જાણો તેને બનાવવાની સરળ રીત

ગુજરાતથી બિહાર સુધી ફેમસ છે આ વાનગી, જાણો તેને બનાવવાની સરળ રીત

 | 1:29 pm IST
  • Share

ભલે દાળ ઢોકળી એક ગુજરાતી વાનગી છે અને દરેક ગુજરાતીએ એકવાર તો ખાધી જ હશે. પણ બિહાર અને રાજસ્થાનમાં પણ આ વાનગી અલગ-અલગ નામથી બનાવવામાં આવે છે. આની રીત એક જ હોય છે, માત્ર સ્વાદ જુદો હોય છે, તો ચાલો જાણીએ ગુજરાતી વાનગી દાળ ઢોકળીની રેસિપી

સામગ્રી:

  • અડદની દાળ – 1 કપ
  • ટામેટા – 2
  • મીઠું – સ્વાદ મુજબ
  • હળદર પાવડર – 1/2 ટીસ્પૂન
  • પાણી – જરૂર મુજબ

ઢોકળી માટે

  • લોટ – 3/4 કપ
  • બેસન – 2 ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • હળદર પાવડર – 1/4 ચમચી
  • લાલ મરચું પાવડર – 1/2 ચમચી
  • ધાણા પાવડર – 1 ચમચી
  • અજમો – 1/4 ચમચી
  • તેલ – 1 ચમચી
  • પાણી – જરૂર મુજબ

વઘાર માટે

  • ઘી અથવા તેલ – 1 ચમચી
  • જીરું – 1 ચમચી
  • આદુ-લીલા મરચા – 1 ચમચી
  • મેથીના દાણા – 1/4 ચમચી
  • હિંગ – 1/4 ચમચી
  • હળદર – 1/2 ચમચી
  • લાલ મરચું પાવડર – 1/2 ચમચી
  • ધાણા પાવડર – 1 ચમચી
  • પાણી – જરૂર મુજબ

રીત:

દાળ બનાવવા માટે તુવેર દાળને મીઠું, હળદર અને ટામેટાં સાથે સારી રીતે પકાવો. કુકરનું પ્રેશર જાતે જ નીકળવા દો.

ઢોકળી બનાવવા માટે એક બાઉલમાં લોટ, મીઠું, હળદર, લાલ મરચું, ધાણાજીરું, અજમો અને તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ધીમે ધીમે પાણી ઉમેરીને નરમ લોટ બાંધો. ઢાંકીને 20 મિનિટ સેટ થવા માટે રહેવા દો. હવે તેમાંથી વધારે પાતળી ન હોય એવી રોટલીઓ વણી લો. હવે તેને ચોરસ આકારમાં કાપો.

વઘાર કરવા માટે એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં જીરું, લીલું મરચું, આદું ઉમેરીને બરાબર હલાવો. દાળ સાથે બાફેલા ટામેટાં ઉમેરીને મિક્સ કરો. 3-4 મિનિટ પછી તેમાં મેથીના દાણા, હિંગ, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને મીઠું મિક્સ કરો. આ પછી બાફેલી દાળ ઉમેરો.

હવે તેમાં ઢોકળી મિક્સ કરવાનો વારો છે. ઢોકળી નાખ્યા પછી તેને ઢાંકીને થોડીવાર પકાવો. ઢોકળી પાકી જાય એની બે મિનિટ પછી ઉપર લીલા ધાણા અને ઘી નાખો. તમારી દાળ ઢોકળી સર્વ કરવા માટે તૈયાર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો