Gujarati Jyotsna Patel joins US Cricket Hall of Fame (CHoF)
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ગુજરાતી જ્યોત્સના પટેલનો અમેરિકાના ક્રિકેટ હૉલ ઑફ ફેમમાં સમાવેશ

ગુજરાતી જ્યોત્સના પટેલનો અમેરિકાના ક્રિકેટ હૉલ ઑફ ફેમમાં સમાવેશ

 | 11:04 pm IST
  • Share

  • USમાં ક્રિકેટને લોકપ્રિય બનાવવા સક્રિય સંસ્થા CHoFની 40મી વર્ષગાંઠની ઉજવણી
  • જ્યોત્સના પટેલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો હિસ્સો રહી ચૂક્યાં છે
  • ગત વર્ષે જતિન પટેલને CHoFના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સમાં સ્થાન મળ્યું હતું

હાલમાં આઈપીએલ ચાલી રહી છે અને ત્યારબાદ તરત જ ટી-20 વર્લ્ડ કપ પણ રમાશે, પરંતુ ભારતીયો ક્રિકેટની રમત માણવાથી ક્યારેય થાકતાં નથી. એટલું જ નહીં અમેરિકા જેવા દેશમાં જ્યાં ફૂટબૉલ (સૉકર), બાસ્કેટ બૉલ અને ટેનિસ જેવી રમતોનું ચલણ વધુ છે, ત્યાં પણ ક્રિકેટની રમત લોકપ્રિય બની રહી છે. એ લોકપ્રિયતા વધારવામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓનો ફાળો ઓછો નથી.

ક્રિકેટ હૉલ ઓફ ફેમ (CHoF) ફર્સ્ટ ઇન ધ વર્લ્ડ એ અમેરિકામાં ક્રિકેટને લોકપ્રિય બનાવવા માટે 40 વર્ષથી કાર્યરત્ અને યુએસમાં ક્રિકેટ ચાહકોની સંસ્થા છે. ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે CHoFના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સમાં વર્ષ 2020માં સ્થાન પામેલા ગુજરાતી જતિન પટેલ બાદ હવે વર્ષ 2021માં માટે અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપતાં વધુ એક ગુજરાતી જ્યોત્સના પટેલનો પણ CHoFમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અમેરિકામાં વર્ષ 1981માં સ્થપાયેલા ક્રિકેટ હૉલ ઓફ ફેમ (CHoF) ફર્સ્ટ ઇન ધ વર્લ્ડે તાજેતરમાં ફ્લોરિડાના બોકા રેટોન, ફ્લોરિડામાં યોજાયેલી ઇન્ડક્શન સેરેમની સાથે તેની 40મી વર્ષગાંઠ ઉજવી, જેમાં જ્યોત્સના પટેલનો ક્રિકેટ હૉલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો.

જતિન પટેલ CHoFમાં સામેલ થયેલા પ્રથમ ગુજરાતી

2020ના ઇન્ડક્ટી જતિન પટેલ મલ્ટી સ્પોર્ટ્સ કોચ છે અને ક્રિકેટ હૉલ ઓફ ફેમના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નિમણૂંક પામનારા ભારતીય મૂળના પ્રથમ અમેરિકન છે. વર્ષ 2020માં જતિન પટેલ ક્રિકેટ હૉલ ઓફ ફેમમાં સામેલ થયેલા પ્રથમ વખત પટેલ અને ગુજરાતીની પસંદગી પામ્યા હતા.

જતીન પટેલે અમેરિકામાં ક્રિકેટને લોકપ્રિય બનાવવા માટે આપ્યું ખાસ યોગદાન

નવ વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમનારા જતીન પટેલ મૂળ ગુજરાતના છે અને 1980ના દાયકાથી અમેરિકામાં સ્થાયી થયા છે. તેમણે અમેરિકામાં ક્રિકેટને લોકપ્રિય બનાવવા માટે પાયાનું યોગદાન આપ્યું છે. તેમણે અમેરિકામાં ક્રિકેટની રમત બાબતે જાગૃતિ લાવવા માટે યુએસએ સેન્ટર ફોર એક્સલન્સ ઇન ક્રિકેટની સ્થાપના કરી છે અને અમેરિકામાં ક્રિકેટની રમતના કોચિંગ આપનારા કોચ તૈયાર કર્યા છે.

જ્યોત્સના પટેલ CHoFમાં સામેલ થયેલા પ્રથમ ગુજરાતી મહિલા

વર્ષ 1974થી 1978 દરમિયાન ભારતની રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન ધરાવનારા જ્યોત્સના પટેલ મધ્યપ્રદેશના ઇંદોરમાં રહેતા ગુજરાતી પરિવારમાં જન્મ્યાં હતાં. તેઓ હાલમાં યુએસએ ક્રિકેટની ક્રિકેટ કમીટીના સભ્ય છે અને અમેરિકામાં મહિલા ક્રિકેટના પ્રસાર અને પ્રચાર માટે સક્રિયપણે પોતાનું યોગદાન આપી રહ્યાં છે.

USAમાં રમતના વિકાસને ચાલુ રાખવામાં મહત્ત્વનો ફાળો

ક્રિકેટ કાઉન્સિલ યુએસએ (CCUSA)ના પ્રમુખ/સીઈઓ હોલ ઓફ ફેમર મહામ્માદ કુરેશી જેમણે હોલના સ્થાપક/એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઇકલ ચેમ્બર્સ પાસેથી રમતની સેવાઓ માટે CHoF લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ સ્વીકાર્યો હતો, તેમણે યુએસએમાં રમતના વિકાસને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો