Gujarati Kamleshbhai from America slammed Air India's service
  • Home
  • Featured
  • Video: અમેરિકાથી ગુજરાતી કમલેશભાઇએ એરઇન્ડિયાની સર્વિસની હૈયાવરાળ ઠાલવી

Video: અમેરિકાથી ગુજરાતી કમલેશભાઇએ એરઇન્ડિયાની સર્વિસની હૈયાવરાળ ઠાલવી

 | 3:35 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક રમુજી હોય છે તો કેટલાક હૃદયસ્પર્શી હોય છે. ત્યારે હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા એક ગુજરાતી ભાઇ પોતાના સામાન ખોવાઇ ગયો હોવાની ફરિયાદ કરી રહ્યા છે. આ વીડિયોમાં તેમણે એર ઇન્ડિયાની ખરાબ સર્વિસને લઇને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

કમલેશભાઇ પટેલે યુએસના અલાબામાથી આ વીડિયો શેર કર્યો છે જેમા તેઓ કહી રહ્યા છે કે 10 નવેમ્બરે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં દિલ્હી આવ્યા અને દિલ્હીથી શિકાગો પહોંચ્યા હતા. શિકાગો ઉતરતા ખબર પડી કે તેમની 8માંથી 7 બેગ ગાયબ છે.

અહીં બેગ મિસિંગ હોવા અંગે 3 કલાક સુધી કોઇએ પણ જવાબ આપ્યો નહીં અને ત્રણ કલાક બાદ અમારી સાથે ફોર્મ ભરાવ્યું કે તમને તમારી ખોવાયેલી બેગ કાલે મળી જશે. આ માટે એક દિવસ અમે રાહ પણ જોઇ. તે પછી હું અલાબામા આવી ગયો. અહીં મારો બિઝનેસ છે એટલે મારે આવવું પડ્યું. મારા પરિવારને ત્યાં મુકીને આવ્યો જેથી કરીને બેગ લઇને બીજા દિવસે આવી શકે. પરંતુ બેગ હજી સુધી મળી નથી. પરંતુ બેગમાં કિંમતી સામાનની સાથે કપડાં સહિતની મીઠાઇઓ છે. એટલે કે આઠમાંથી સાત બેગ મિસિંગ છે એટલે બધું મિસિંગ જ છે.

હું એકલો જ નથી મારા જેવા 70 ટકા પેસેન્જર્સ છે. જે લોકો ઇકોનોમી ક્લાસમાં ટ્રાવેલ કરી રહ્યા હતા. તે દરેક લોકોનો સામાન ગાયબ છે માત્ર બિઝનેસ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસના લોકોને તેમનો સામાન મળ્યો છે, બાકી કોઇને મળ્યો નથી. આ અંગે વારંવાર ફરિયાદ કરી તો ન તો તે લોકો ઇ-મેઇલથી કોન્ટેક્ટમાં આવે છે ન તો તે લોકો ફોનથી કોન્ટેક્ટમાં આવે છે. અમે કઇ રીતે કોન્ટેક્ટ કરીએ. અમને ખબર નથી અમારી બેગ મળશે કે નહીં. અમે ક્યાં સુધી શિકાગોમાં રાહ જોઇએ.

વધુમાં કમલેશ ભાઇએ જણાવ્યું કે અહીં મારું ઘર છે મારો બિઝનેસ છે તો હું આવી ગયો છું, પરંતુ બાકીનું ફેમિલિ ક્યારે આવશે. ક્યારે અમને અમારી બેગ મળશે. આટલી ખરાબ સર્વિસ મેં ક્યારેય કોઇ એરલાઇન્સની જોઇ નથી. તેમને આ વીડિયો વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે કહ્યું છે કે લોકોને ખબર પડે કે આ લોકોની સર્વિસ કેટલી ખરાબ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો