nri kaushalyaben elected as mp at australia
  • Home
  • Bhavnagar
  • ગુજરાતની આ મહિલા ઓસ્ટ્રેલિયામાં બન્યા સાંસદ, સમાજ કાર્યમાં અગ્રેસર

ગુજરાતની આ મહિલા ઓસ્ટ્રેલિયામાં બન્યા સાંસદ, સમાજ કાર્યમાં અગ્રેસર

 | 10:25 pm IST

ગુજરાતની ગરવી નારી ઓસ્ટ્રેલિયામાં સાંસદ બની છે. જે ગર્વની વાત છે. જામનગરમાં રહેતા સિનિયર એડવોકેટ વિરજીભાઇની ઓસ્ટ્રેલિયામાં સ્થાઇ થયેલ ચાર પુત્રીઓ પૈકીની એક કૌશલ્યા વાધેલા તાજેતરમાં નેશનલ ઇલેકશનમાં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ઓસ્ટ્રેલિયામાં વિજય બની છે.

લેબર પક્ષના સભ્ય તરીકે તેમના એક ભાઇ અને ત્રણ બહેનો છે. વીસ વર્ષ પહેલા ભણવા માટે ઓસ્ટ્રેલિયાની વાટ પકડનાર કૌશલ્યાબેન આજે રાજકારણમાં સક્રીય ભૂમીકા ભજવે છે.

વર્ષ 1998માં ભાવનગરથી પતિ દિનેશ ચૌહાણ સાથે ઉચ્ચ અભ્યાસ માટે મેલબોન ગયા હતા. જ્યા તેમણે સ્થાનિક યુનિવર્સિટીમાં અનુસ્નાતકનો અભ્યાસ કરી તેઓ ઓસ્ટ્રેલિયામાં સ્થાઇ થયા હતા. ત્યારબાદ કૌશલ્યાબેને ઓસ્ટ્રેલિયન સિટિઝનશિપ સ્વીકારી સમાજસેવા સાથે રાજકારણમાં જોડાયા હતા.

તાજેતરમાં યોજાયેલા નેશનલ ઇલેક્શનમાં પાર્ટીએ મેલબોન રીઝનની વેસ્ટર્ન મેટ્રો પોલીટનના ઉમેદવાર તરીકે કૌશલ્યાની પસંદગી કરી હતી. તેમજ 13 ડિસેમ્બરે આ નેશનલ ચૂટણી થઇ હતી. જેમાં 19 ડિસેમ્બરના રોજ પરિણામ આવતા કૌસલ્યા વિજેતા બન્યા હતા. અને તેઓને સાસંદનું પદ મળ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન