Gujarati Killed In malaysia In Robbery
  • Home
  • Featured
  • મલેશિયામાં લૂંટના ઇરાદે ગુજરાતી યુવકની કરપીણ હત્યા

મલેશિયામાં લૂંટના ઇરાદે ગુજરાતી યુવકની કરપીણ હત્યા

 | 11:28 am IST

નવસારીનાં મરોલીનો હતો યુવાન

મલેશિયામાં લૂંટનાં ઇરાદે નવસારીનાં મરોલીનાં યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવતા પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. મલેશિયામાં નવસારીનાં મરોલીનો યુવાન ફિરોઝ ગુલામ કાથાવાલા છેલ્લા 6 મહિનાથી નોકરી કરતો હતો. યુવક પગાર લઇને નોકરી પરથી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન લૂંટારુઓએ તેની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને જીવલેણ ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો અને લૂંટ ચલાવીને પરત ફરી ગયા હતા. લૂંટારુઓએ યુવકનાં ગળાનાં ભાગે સળિયાથી પ્રહાર કર્યો હતો.

હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

ગંભીર રીતે ઘવાયેલા ફિરોઝ ગુલામને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મલેશિયામાં યુવકનું મોત નિપજ્યુ હતુ. આ ઘટનાને લઇને યુવકનાં પરિવારને જાણ કરવામાં આવી હતી. મૃતક ફિરોઝ ગુલમ કાથાવાલાનાં મૃતદેહને એજન્સીને સોંપવામાં આવ્યો હતો. એજન્સી દ્વારા ફિરોઝનાં મૃતદેહને ભારત મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

એજન્સીએ 60 હજાર રૂપિયાની કરી માંગણી

જો કે મૃતદેહ મોકલવા માટે આ એજન્સીએ 60 હજાર રૂપિયાની માંગણી કરી હતી. ગરીબ પરિવાર રકમ ભરી શકે તેમ ના હોવાથી અત્યારે યુવકનો મૃતદેહ ભારત લાવવાનાં પ્રયત્નો થઈ રહ્યા છે.